એકતા કપૂરની આગામી બોલ્ડ વેબસિરીઝ કામસૂત્ર પર આધારિત, આવી હશે વાર્તા

0
109

કન્ટેન્ટ ક્વીન કહેવાતી એકતા કપૂર માત્ર ટીવી સીરિયલો દ્વારા જ નહીં, બલ્કે વેબ પર પણ પોતાનો જાદુ પાથરવામાં સફળ રહી છે. પોતાના ડિજિટલ પ્લેટફોર્મ ALTBalaji પર એક પછી એક ચઢિયાતી વેબસિરીઝો રજૂ કર્યા પછી હવે તે પોતાની આગામી વેબસિરીઝ પર કામ કરી રહી છે. આ વેબસિરીઝ ‘કામસૂત્ર’ પર આધારિત હશે. સમાચાર છે કે એકતા ભૂતપૂર્વ પોર્નસ્ટાર અને હાલ બોલિવુડ એક્ટ્રેસ સની લિયોન સાથે વેબસિરીઝની લીડ અભિનેત્રીના પાત્ર માટે વાત કરી રહી છે

સનીએ કથિત રીતે વેબસિરીઝની વાર્તાને સાંભળી છે અને કામ કરવા માટે પોતાની સહમતી આપી દીધી છે. સનીએ અને એકતાએ એકસાથે વેબસિરીઝ ‘રાગિણી MMS 2’માં કામ કર્યું છે એટલે એકતાને લાગે છે કે સની આ વેબ શો માટે બેસ્ટ ચોઈસ છે. અત્યારે મેકર્સ વેબ શોની સ્ક્રિપ્ટ ફાઈનલ કરવામાં લાગેલા છે. સૂત્રોનું માનીએ તો આ સિરીઝની વાર્તા 13મી સદીની હશે જે રાજસ્થાની ગોલી જાતિની મહિલાઓ આસપાસ ઘૂમશે જેમણે રાજાઓની રખાત બનીને તેમની સેવા કરી હતી.

સનીની વાત કરીએ તો તે હાલ તેની આગામી ફિલ્મ ‘કોકાકોલા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે માંદાના કરીમી નજરે પડશે. જ્યારે એકતા પોતાની પાછલી પ્રોડ્યુસ્ડ ફિલ્મ ‘ડ્રીમગર્લ’ની સફળતાને માણી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here