Thursday, August 5, 2021
Homeહરાજી : બાસ્કેટબોલ સ્ટાર જોર્ડનના શૂઝ રેકોર્ડ 4.20 કરોડમાં વેચાયા, 4 વર્ષ...
Array

હરાજી : બાસ્કેટબોલ સ્ટાર જોર્ડનના શૂઝ રેકોર્ડ 4.20 કરોડમાં વેચાયા, 4 વર્ષ પહેલા બ્રિટિશ એથલીટના શૂઝ 3.06 કરોડમાં વેચાયા હતા

બાસ્કેટબોલના મહાન ખેલાડીઓમાંના એક માઇકલ જોર્ડનના શૂઝ ઓનલાઇન હરાજીમાં રેકોર્ડ 5 લાખ 60 હજાર ડોલર (લગભગ 4 કરોડ 20 લાખ રૂપિયા) માં વેચાયા હતા. કંપનીએ તેમના માટે આ ખાસ શૂઝ ‘એર જોર્ડન’ નામથી ડિઝાઇન કર્યા હતા. તેમણે શિકાગો બુલ્સ માટે રમતા તેમની પ્રથમ સીઝનમાં આ શૂઝ પહેર્યા હતા.

વ્હાઇટ, બ્લેક અને રેડ કલરના આ શૂઝ 1985માં જોર્ડન માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા હતા. તેના પર તેમનો ઓટોગ્રાફ પણ છે. આ કોઈપણ બાસ્કેટબોલ ખેલાડીના શૂઝ માટે લાગેલી અત્યાર સુધીની સૌથી મોટી બોલી છે. સોદબીએ આ શૂઝ એકથી દોઢ લાખ ડોલરમાં વેચાશે તેવું અનુમાન લગાવ્યું હતું. જોકે હરાજીમાં શૂઝ તેનાથી અનેક ગણા ઊંચા ભાવે વેચાયા હતા.

મૂન શૂ કોઈએ પહેર્યા નથી

આ પહેલા નાઈકીના શરૂઆતી સ્નીકર્સ (સ્પોર્ટ્સ શૂ)માંથી એક મૂન શૂ સૌથી મોંઘા વેચાયા હતા. 2019 જુલાઈમાં સોદબી ઓક્શન હાઉસમાં હરાજીમાં આ શૂઝ 4 લાખ 37 હજાર ડોલર (3 કરોડ 27 લાખ રૂપિયા)માં વેચાયા હતા. જોકે આ શૂઝને ક્યારેય કોઈએ પહેર્યા નહોતા.

બ્રિટિશ એથલીટના શૂઝ 3 કરોડથી વધુમાં વેચાયા હતા

રવિવારે થયેલી હરાજી પહેલા કોઈપણ એથલીટ દ્વારા પહેરવામાં આવેલા શૂઝની સૌથી મોટી કિંમત 4 લાખ 9 હજાર ડોલર (3 કરોડ 6 લાખ) રૂપિયા છે. 2015માં લંડનના ઓક્શન હાઉસ ક્રિસ્ટીની હરાજીમાં તે વેચાયા હતા. બ્રિટનના એથલીટ રોજર બેનિસ્ટરે 1954માં આ શૂઝ પહેરીને પહેલીવાર 4 મિનિટથી ઓછા સમયમાં એક માઈલની રેસ પૂરી કરી હતી.

જોર્ડનની નિવૃત્તિ પછી તેની જર્સી પણ નિવૃત્ત થઈ ગઈ

જોર્ડન એનબીએના સર્વાધિક મહાન ખેલાડીઓમાં ગણાય છે.  90ના દાયકામાં શિકાગો બુલ્સ માટે રમતા તેમને 6 વાર એનબીએ ટાઇટલ અને દરેક વખતે મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયરનો એવોર્ડ જીત્યો હતો.

જોર્ડન ઓલિમ્પિક સુવર્ણ વિજેતા અમેરિકન ટીમમાં સામેલ હતા 

તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, નિવૃત્તિ પછી, બુલ મેનેજમેન્ટે તેમની 23 નંબરની જર્સી પણ નિવૃત્ત કરી. કોઈ પણ ખેલાડીએ આ જર્સી નંબર પહેર્યો ન હતો. તેઓ અમેરિકન ટીમના સભ્ય હતા જેણે 1984 (લોસ એન્જિલ્સ) અને 1992 (બાર્સેલોના) ઓલિમ્પિક્માં ગોલ્ડ જીત્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments