અપકમિંગ : Maruti WagonR ઇલેક્ટ્રિકમાં મેક ઇન ઇન્ડિયા બેટરીનો ઉપયોગ થશે, બેટરી પ્રોડક્શન ગુજરાતમાં થશે

0
9

દિલ્હી. ઇન્ડિયન માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સની ડિમાન્ડ સતત વધી રહી છે. તાજેતરમાં જ હ્યુન્ડાઇ કોના અને MG ZS EV જેની ઇલેક્ટ્રિક કાર્સ માર્કેટમાં રજૂ થઈ હતી. તો હવે દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સિઝુકી પણ તેની લોકપ્રિય કાર વેગનઆરનું ઇલેક્ટ્રિક વર્ઝન રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ કારને લઇને જાણવા મળ્યું છે કે, કંપની તેમાં ઇમ્પોર્ટેડ નહીં પણ ભારતમાં બનેલી લિથિયમ આયન બેટરી નાખશે.

નવી Maruti WagonR ઇલેક્ટ્રિક ઘણીવાર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ ચૂકી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, આ કારમાં TDSC કંપનીની લિથિયમ આયન બેટરી નાખવામાં આવશે. આ ગુજરાત બેઝ્ડ કંપની છે અને તેમાં તોશિબા કોર્પોરેશન, ડેન્સો કોર્પોરેશન અને સુઝુકી મોટર કોર્પોરેશનની ભાગેદારી છે. તેનો પ્લાન્ડ ગુજરાતમાં સ્થાપવામાં આવ્યો છે અને તેનું બેટરી પ્રોડક્શન પણ અહીં જ કરવામાં આવશે. આ દેશની પહેલી એવી કંપની છે જે લિથિયમ આયન બેટરી બનાવે છે.

અત્યાર સુધી ઇન્ડિયન માર્કેટમાં જે પણ લેક્ટ્રિક કાર આવી છે તેમાં બહારથી આયાત કરેલી લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે તેની કિંમત પણ વધારે હોય છે. પરંતુ નવી Maruti WagonR ઇલેક્ટ્રિકમાં લોકલ બેટરીનો ઉપયોગ કરવામાં આવશે તો અપેક્ષા છે કે આ કારની કિંમત શક્ય એટલી ઓછી રાખવામાં આવશે.

જો કે, હજી આ કાર સાથે જોડાયેલી ટેક્નોલોજીની કોઈ ડિટેલ્સ બહાર નથી આવી. પરંતુ રિપોર્ટ અનુસાર, આ કાર સિંગલ ચાર્જમાં આશરે 180 કિમી સુધીનું અંતર કાપી શકશે. આ ઉપરાંત, આ કારની બેટરી ફક્ત 1 કલાકમાં જ 80% સુધી ચાર્જ થઈ જશે. આ કારમાં કંપની DC ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે, જે બેટરીને ઝડપથી ચાર્જ કરશે. કંપની આ કારની કિંમત 10 લાખ રૂપિયાની સપાસ રાખી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here