Saturday, August 13, 2022
HomeBCCI એપેક્સ કાઉન્સિલ મીટિંગ : IPLની યજમાનીની રેસમાં UAE સૌથી આગળ; 35થી...
Array

BCCI એપેક્સ કાઉન્સિલ મીટિંગ : IPLની યજમાનીની રેસમાં UAE સૌથી આગળ; 35થી 40 દિવસમાં લીગ સમાપ્ત થશે, અમદાવાદમાં ટીમ ઇન્ડિયાનો ટ્રેનિંગ કેમ્પ થઈ શકે છે

- Advertisement -

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) કરાવવા માટે UAEને લગભગ ફાઇનલ કરી દીધું છે. શુક્રવારે એપેક્સ કાઉન્સિલની વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક મળી હતી. 4 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં 11 મહત્વપૂર્ણ એજન્ડા પર વાત કરવામાં આવી હતી. તેમાં IPL હોસ્ટ કરવા સિવાય ટીમ ઈન્ડિયાના ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) અને ડોમેસ્ટિક ક્રિકેટનો પણ સમાવેશ છે. UAEમાં લીગ યોજવાનો નિર્ણય IPLની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.

BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર એપેક્સ કાઉન્સિલની બેઠકમાં સભ્યોએ IPLનું શેડયૂલ શોર્ટ કરવાની પરવાનગી આપી છે. આ ટૂર્નામેન્ટ 5થી 6 અઠવાડિયામાં સમાપ્ત થશે. તેમજ, ટૂર્નામેન્ટ UAEમાં સપ્ટેમ્બર અને નવેમ્બરની વચ્ચે યોજાશે. જોકે આ ત્યારે જ શક્ય બનશે, જ્યારે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપ રદ કરવામાં આવશે.

UAEમાં IPL કેમ યોજવામાં આવશે?

  • UAE IPL હોસ્ટ કરવાની રેસમાં મોખરે છે. 2014માં ટૂર્નામેન્ટ્સની કેટલીક મેચ અહીં રમાઈ હતી. જો સપ્ટેમ્બર-નવેમ્બરની વિન્ડોમાં લીગ થશે તો કવોરન્ટીન પીરિયડ પણ ઓછો હશે. UAE ટ્રાવેલ હબ પણ માનવામાં આવે છે. તે આખા વિશ્વ સાથે જોડાયેલ છે. તબીબી સુવિધા ઉપરાંત, 6 વર્ષ પહેલા IPLની યજમાનીનો અનુભવ તેના પક્ષમાં છે.

દુબઈ IPLનું આયોજન કરવા તૈયાર છે

  • દુબઈ સિટીના ક્રિકેટ એન્ડ ટૂર્નામેન્ટ્સના વડા સલમાન હનીફે તાજેતરમાં ગલ્ફ ન્યૂઝને જણાવ્યું હતું કે દુબઈ સ્પોર્ટસ સિટી IPL માટે તૈયાર છે. આ શહેરમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને ICC એકેડેમી છે. જો ટૂંકા ગાળામાં વધુ મેચ યોજવામાં આવે તો સ્ટેડિયમની 9 વિકેટ સારી સ્થિતિમાં છે. વિકેટને ફ્રેશ રાખવા માટે અમે અહીં અન્ય મેચ યોજાવાની મંજૂરી આપીશું નહીં.

IPL બે વાર વિદેશમાં રમાઈ છે

  • અત્યાર સુધીમાં IPL બે વાર લોકસભા ઇલેક્શનના કારણે વિદેશમાં રમાઈ છે. 2009માં દક્ષિણ આફ્રિકાએ ટૂર્નામેન્ટની યજમાની કરી હતી. જ્યારે 2014માં ટૂર્નામેન્ટના મેચ ભારત ઉપરાંત UAEમાં થયા હતા.

ગાંગુલીએ પણ કહ્યું કે, IPL  વર્ષે થશે

  • BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પહેલા જ કહ્યું છે કે, આ વર્ષે IPL થશે જ. અમને જ્યારે પણ 35થી 40 દિવસનો સમય મળશે, ટૂર્નામેન્ટ દેશમાં કરાવીશું. તે અમારી પ્રાથમિકતા છે. કોઈ વિકલ્પ ન હોવા પર તેને વિદેશમાં કરાવીશું.

અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનો ટ્રેનિંગ કેમ્પ થઈ શકે છે

  • ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 મેચની ટેસ્ટ શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ છે. પાકિસ્તાનની ટીમ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાનારી ટેસ્ટ અને T-20 શ્રેણી માટે ઇંગ્લેન્ડ પણ પહોંચી ગઈ છે. જોકે, BCCIએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ખેલાડીઓના સ્વાસ્થ્ય અને સલામતીની ગેરેન્ટી ન હોય ત્યાં સુધી તે ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ કેમ્પનું આયોજન નહિ કરે.
  • એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ કેમ્પ અંગે વાત પણ થઈ હતી. ટ્રેનિંગ કેમ્પ માટે ધર્મશાળા અને અમદાવાદના નામોની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ ધર્મશાળામાં વધુ હોટલોના અભાવે અમદાવાદમાં કેમ્પ લગાવવાનું વિચારવામાં આવી રહ્યું છે. આ ક્ષણે, કોરોનાને કારણે, બેંગ્લુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં કેમ્પ યોજી શકાશે નહીં. તેથી, અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે કેમ્પનું આયોજન થઈ શકે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular