Saturday, July 20, 2024
Homeસ્પોર્ટ્સSPORTS : બીસીસીઆઈ એ પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા...

SPORTS : બીસીસીઆઈ એ પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકે નિયુક્ત

- Advertisement -

ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 27 જુલાઈએ શ્રીલંકા સામે રમશે. ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી શ્રીલંકામાં 3 ટી20 અને 3 વનડે મેચોની સિરીઝ રમશે. ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે, જ્યાં પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ કોચિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. ટીમના કાયમી કોચ તરીકે નિયુક્ત થયેલા ગૌતમ ગંભીરની પ્રથમ કસોટી શ્રીલંકા પ્રવાસ પર થશે. આ પ્રવાસ પહેલા ગૌતમ ગંભીર પોતાના કોચિંગ સ્ટાફમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ પણ રાખશે.

ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ સુધી ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે પારસ મ્ભામ્બ્રે સેવા આપી રહ્યા હતા. મુખ્ય કોચ રાહુલ દ્રવિડની સાથે ફાઈનલ મેચમાં પારસ મ્હામ્બ્રેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. મુંબઈના રહેવાસી પારસ નવેમ્બર-2021થી ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. પરંતુ પારસને આંતરરાષ્ટ્રીય મેચોમાં માત્ર 2 ટેસ્ટ અને 3 વનડે મેચનો અનુભવ હતો. પારસે ટેસ્ટ મેચમાં માત્ર 2 અને વનડે મેચમાં માત્ર 3 વિકેટ ઝડપી હતી.

પરંતુ પારસે નેશનલ ક્રિકેટ એકેડમી બેંગ્લોરમાંથી લેવલ-3 કોચિંગ ડિપ્લોમા કર્યું છે. પારસે બંગાળ ક્રિકેટ ટીમને કોચ આપીને ઘરેલુ ક્રિકેટમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમના કોચિંગ હેઠળ બંગાળની ટીમ 16 વર્ષ બાદ રણજી ફાઈનલમાં પહોંચી હતી. આ સિવાય તેઓ મહારાષ્ટ્ર, વિદર્ભ અને બરોડાના કોચ તરીકે પણ રહી ચૂક્યા છે.

ગૌતમ ગંભીરની ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે ટીમના બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચની શોધ શરૂ થઈ ગઈ છે. બોલિંગ કોચ માટે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ ઝહીર ખાન, લક્ષ્મીપતિ બાલાજી અને વિનય કુમારના નામ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીર ઈચ્છે છે કે વિનય કુમાર ટીમ ઈન્ડિયાનો આગામી બોલિંગ કોચ બને. પરંતુ બીસીસીઆઈ વિનય કુમારના સ્થાને ઝહીર ખાન અથવા લક્ષ્મીપતિ બાલાજીને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવા પર વિચાર કરી રહી છે.

જો પૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાન ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બને છે તો ભારતને તેમના લાંબા અનુભવનો લાભ મળી શકે છે. ઝહીર ખાને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે કોચિંગ સ્ટાફ તરીકે પણ કામ કર્યું છે. ઝહીર ખાને ટીમ ઈન્ડિયા માટે 200 વનડે મેચમાં 282 વિકેટ અને 92 ટેસ્ટમાં 311 વિકેટ ઝડપી છે. આઈપીએલમાં પણ તેને 100 મેચમાં 102 વિકેટ ઝડપી છે.

લક્ષ્મીપતિ બાલાજીએ ભારતીય ટીમ માટે 8 ટેસ્ટ અને 30 વનડે મેચ રમી છે. બાલાજીએ ટેસ્ટ મેચમાં 27 વિકેટ ઝડપી છે જ્યારે વનડે મેચમાં 34 વિકેટ ઝડપી છે. બીજી તરફ વિનય કુમારને માત્ર 1 ટેસ્ટ મેચ અને 31 વનડે મેચનો અનુભવ છે. વિનય કુમારે ટેસ્ટ મેચમાં 1 વિકેટ અને વનડે મેચમાં 38 વિકેટ લીધી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular