બીસીસીઆઈએ કોહલીની પિતૃત્વની રજાને મંજૂરી આપી

0
6

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છેલ્લી ત્રણ મેચ નહીં રમવાના નિર્ણયથી કોઈ આશ્ચર્ય ના હોવાનું કહ્યું છે. કોહલી જાન્યુઆરીમાં પિતા બનવાનો છે અને તેના કારણે તે ૧૭ ડિસેમ્બરથી એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ બાદ શ્રેણીની બાકીની ટેસ્ટ મેચ રમી શકશે નહીં અને ઘરે પરત ફરશે.

બીસીસીઆઈએ પણ સોમવારે કોહલીની પિતૃત્વની રજાને મંજૂરી આપી દીધી છે. એવામાં કોહલીની જગ્યાએ રોહિત શર્માને ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે, પરંતુ ટીમનું નેતૃત્વ અજિંક્ય રહાણે કરશે, કારણ કે ઉપ-કેપ્ટન રહાણે જ છે. તો હોકલે સિડની રેડિયો સ્ટેશન એસ.ઇ.એન.ને જણાવ્યું હતું કે કોહલીએ તેના પિતૃત્વની જાહેરાત કર્યા પછીથી તે અપેક્ષિત હતું. જો કે, ૩૨વર્ષીય કોહલી ત્રણ વનડે અને ત્રણ ટી -૨૦ શ્રેણીમાં રમશે.

હોકલે વધુમાં જણાવતા કહ્યું હતું કે, અમને આનંદ છે કે વિરાટ ત્રણ વનડે, ત્રણ ટી -20 અને પ્રથમ ટેસ્ટ મેચ રમશે. અને આપણે તે માટે તેઓને માન આપવું જોઈએ કે તેઓ તેમના પ્રથમ બાળકના જન્મ સમયે તેની પત્ની સાથે રહેવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે, બંને ટીમોમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમણે ઓસ્ટ્રેલિયામાં ગત શ્રેણીમાં રમી હતી, જે સિરીઝ ભારતે જીતી હતી. ત્યારે આ સિરીઝ એક રોમાંચક શ્રેણી સાબિત થશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here