BCCIએ સ્પેશિયલ મિટિંગ બોલાવી : મહામારીમાં નવી ક્રિકેટ સીઝન અને ટી-20 વર્લ્ડ કપ પર થઈ શકે છે ચર્ચા

0
3

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ આગામી ક્રિકેટ સીઝન અને ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર ટી-20 વર્લ્ડ કપને લઈને સ્પેશિયલ જનરલ મિટિંગ (SMG) બોલાવી છે. આ મિટિંગ 29 માર્ચે વર્ચ્યુલી થસે. બોર્ડ સચિવ જય શાહે આના માટે બધા સ્ટેટ એસોસિએશન્સને પણ બોલાવ્યા છે.

શાહે નોટિસમાં શું લખ્યું?

શાહે નોટિસમાં લખ્યું છે કે, દેશમાં અત્યારે જે મહામારી ચાલી રહી છે, તે સ્થિતિમાં આગામી સીઝનમાં ક્રિકેટ અંગે મિટિંગમાં ચર્ચા થશે.

તમામ એસોસિએશનને અનુરોધ છે કે, આ મિટિંગને જોઈન કરો. આની લિંક થોડા દિવસમાં શેર કરવામાં આવશે.

ભારતના વર્લ્ડ કપ હોસ્ટિંગ પર ખતરો

જોકે શાહે તેમાં ટી 20 વર્લ્ડ કપ અંગે કોઈ સંદર્ભ આપ્યો નથી. મંગળવારે મોડે મોડે બોર્ડે આ નોટિસ મોકલી છે. આ અંગે હજી સુધી બોર્ડના અધિકારીનું નિવેદન આવ્યું નથી. પરંતુ કદાચ આ બેઠકમાં ટી -20 વર્લ્ડ કપ વિશે પણ ચર્ચા થઈ શકે એમ છે.

આઇપીએલ કોરોનાને કારણે સસ્પેન્ડ કરવામાં આવી ત્યારથી, તેની ટી-20 વર્લ્ડ કપ હોસ્ટિંગ માટે ભારત પર તલવાર લટકાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ પણ યુએઈને બેકઅપ માટે વિકલ્પ તરીકે રાખ્યું છે.

આવી સ્થિતિમાં, બોર્ડ તેમાંથી પીછેહઠ કરવા માગશે નહીં. મિટિંગમાં આઈપીએલ પર પણ ચર્ચા થઈ શકે છે, પરંતુ એસજીએમ મોટા ભાગે કોઈ એક ગંભીર મુદ્દાને લઈને છે.

બીસીસીઆઈ આ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે

કોરોના સમયે ક્રિકેટ કેવી રીતે અને કેટલા દિવસ રમાય?

ગત સીઝનમાં બોર્ડને કોરોનાને કારણે રણજી ટ્રોફી રદ કરવી પડી હતી. દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ અને અનેક સ્થાનિક ટૂર્નામેન્ટ મુલતવી રાખવી પડી. બીસીસીઆઈને પણ આ કારણે ભારે હાલાકી વેઠવી પડી હતી.

આવી સ્થિતિમાં, બોર્ડને આ વર્ષે તેની બધી મેચ સુનિશ્ચિત કરવી પડશે, જેથી કોરોનાને કારણે મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

ઉપરાંત, સમયપત્રક એવું હોવું જોઈએ કે ક્રિકેટરોને પણ વિરામ મળી શકે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સતત બાયો-બબલમાં છે.

કેટલા પૈસા અને કેટલા સ્પોન્સર્સ?

ઓક્ટોબરમાં સૂચિત ટી -20 વર્લ્ડ કપ માટે પણ બોર્ડે રેવન્યુ જનરેટ કરવાની રહેશે. તાજેતરમાં, બીસીસીઆઈ અને સરકાર વચ્ચે વર્લ્ડ કપ માટે ટેક્સ છૂટની માગ પર ચર્ચા કરવામાં આવી હતી.

જોકે, સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જો કેન્દ્ર સરકાર 10% ટેક્સ છૂટ આપે છે, તો પણ બોર્ડને લગભગ 226 કરોડ ચૂકવવા પડશે.

તે જ સમયે, કોઈ છૂટ નહીં મળે તો, બીસીસીઆઈને વર્લ્ડ કપ માટે 906 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં બોર્ડે રેવન્યુ પર પણ ધ્યાન આપવું પડશે.

હાલમાં વિજય હઝારે અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી સહિતના ખેલાડીઓ, કોચ, સ્ટાફ અને ઘરેલુ ટુર્નામેન્ટમાં સામેલ લોકોને પૈસા આપવાના બાકી છે.

બોર્ડ આગામી સીઝનમાં આવું કઈ રિપીટ ન થાય તેનું ધ્યાન રાખવા માગશે.

ટીવી રાઇટ્સ અને સત્તાવાર ભાગીદારો?

બીસીસીઆઈએ ટીવી અધિકારો અને તેના સત્તાવાર ભાગીદારોની પણ સંભાળ લેવી પડશે. સ્ટાર તેમજ બોર્ડને કોરોનાના કારણે મુશ્કેલી સહન કરી છે.

આવી સ્થિતિમાં બોર્ડ આ તમામ મુદ્દાઓ પર રાજ્યના સંગઠનો સાથે ચર્ચા કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here