બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલીને લક્ષ્‍‍મણે બતાવ્યો વેરી વેરી સ્પેશ્યલ

0
0

ભારતીય ટેસ્ટ ટીમનાં એક સમયનાં વેરી વેરી બેસ્ટ કહેવાતા વીવીએસ લક્ષ્‍મણે ગાંગુલીને બીસીસીઆઈનાં અધ્યક્ષ બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. લક્ષ્‍મણે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીને પુનર્જીવિત કરવા આગ્રહ કર્યો, જેથી ભારતીય ટીમની બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત બની રહે.

બંગાળ ક્રિકેટ એસોસિએશન (સીએબી) એ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ગાંગુલી માટે સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. લક્ષ્‍મણ અને ગાંગુલી પહેલા કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન ખાસ આમંત્રિતો તરીકે સમારોહમાં હાજર હતા. આ પ્રસંગે લક્ષ્‍મણે સૌરવ ગાંગુલીને ‘વેરી વેરી સ્પેશ્યલ’ ગણાવ્યો હતો. અઝહરે આ પ્રસંગે કહ્યું, ‘કેપ્ટન અને ખેલાડી તરીકે તેણે (ગાંગુલી) જે કંઇ મેળવ્યું છે, હું ઈચ્છું છું કે તે તેને બીસીસીઆઈ પ્રમુખ તરીકે પણ પ્રાપ્ત કરે. તેમણે કડક અને બોલ્ડ સાહસિક નિર્ણયો લીધા છે.’ હું ઈચ્છું છું કે તેઓ ક્રિકેટ ક્ષેત્રે જે પ્રાપ્ત કર્યુ છે તેના કરતા વધુ સફળતા પ્રાપ્ત કરે અને રમતને નવી ઉચાઈએ લઈ જાય.’

ગાંગુલી વિશે વાત કરતા લક્ષ્‍મણે ગાંગુલીને ‘વેરી વેરી સ્પેશ્યલ’ કેપ્ટન તરીકે વર્ણવ્યા. નોંધનીય છે કે વીવીવીએસ લક્ષ્‍મણનાં નામે અંગ્રેજી ભાષાનાં ત્રણ વી અક્ષરો હોવાને કારણે, તેમને વેરી વેરી સ્પેશ્યલ લક્ષ્‍મણ તરીકે પણ ઓળખવામાં આવે છે. લક્ષ્‍મણે કહ્યું, ‘એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે કે મારો સાથી બીસીસીઆઈ પ્રમુખ છે. અજ્જુ ભાઈ (અઝહર) મારા આદર્શ છે અને હવે તે એચસીએ (હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન) નાં અધ્યક્ષ છે. લોર્ડ્સમાં પોતાની શરૂઆથ બાદ, તેણે પાછળ ફરીને નથી જોયું. સૌરવ એક ખાસ ક્રિકેટર છે, પરંતુ મારા માટે સૌરવ કેપ્ટન ખૂબ જ ખાસ (વેરી વેરી સ્પેશ્યલ) છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here