Wednesday, December 8, 2021
Homeનિર્ણય : 2012માં ડેક્કન ચાર્જર્સને IPLમાંથી ખોટી રીતે ટર્મિનેટ કરવા બદલ BCCIને...
Array

નિર્ણય : 2012માં ડેક્કન ચાર્જર્સને IPLમાંથી ખોટી રીતે ટર્મિનેટ કરવા બદલ BCCIને 4800 કરોડ ચૂકવવા પડશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતની 8 ટીમોમાંથી એક ડેક્કન ચાર્જર્સ(DC)ને ગેરકાયદેસર રીતે ટર્મિનેટ કરવું BCCIને મોંઘું પડ્યું છે. આ કેસમાં કોર્ટે એક મુખ્ય પંચ (આર્બિટ્રેટર)ને નિયુક્ત કર્યા હતા. મુખ્ય પંચે BCCIની વિરુદ્ધ નિર્ણય આપ્યો છે. તેમણે બોર્ડ પર 4800 કરોડની પેનલ્ટી લગાવી છે. DCની માલિકી પહેલા ડેક્કન ક્રોનિકલ્સ હોલ્ડિંગ્સ (DCHL) પાસે હતી.

આ મામલો 2012નો છે. ત્યારે હૈદરાબાદ સ્થિત મીડિયા જૂથે BCCIના IPLમાંથી DCને હટાવવાના નિર્ણયને પડકાર્યો હતો. 15 સપ્ટેમ્બર 2012ના રોજ બોર્ડે ડેક્કનની ગવર્નિંગ કાઉન્સિલની તાકીદની બેઠક બોલાવી હતી અને ડેક્કન ચાર્જર્સને IPLથી હટાવી દીધી હતી. ત્યારે બોર્ડે કહ્યું હતું કે, પ્લેયર્સને સેલેરી આપી નથી, તેમજ 4 હજાર કરોડ માર્કેટમાંથી ઉધાર લીધા છે. હાઈકોર્ટે ત્યારે DCHLને 10 દિવસમાં 100 કરોડની બેન્ક ગેરેન્ટી આપવા કહ્યું હતું.

DCHLએ આ નિર્ણયની વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ડેક્કન ચાર્જર્સને લીગમાંથી હટાવ્યા બાદ બોર્ડે હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી માટે બોલી મંગાવવાનું શરૂ કર્યું. બોલી સન ટીવી નેટવર્કના કલાનિધિ મારને જીતી હતી.

હાઈ કોર્ટે સુપ્રીમ કોર્ટના રિટાયર જજ સી.કે. ઠક્કરને 8 વર્ષ પહેલાં આર્બિટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. શુક્રવારે ઠક્કરે પોતાનો નિર્ણય DCHLના પક્ષમાં આપ્યો હતો. BCCIને સપ્ટેમ્બરના અંત સુધીમાં પૈસા ચૂકવવાના રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments