આજથી જ ચેતો, વધારે મધ ખાવાથી પણ થઇ શકે છે 9 નુકશાન

0
9

મધને નક્કી કરેલા પ્રમાણમાં ખાવામાં આવે તો અનેક બીમારીના ઇલાજમાં રાહત મેળવી શકાય છે. તેનો ઉપયોગ હેલ્થ માટે યોગ્ય રીતે કરાય તો તે અનેક લાભ આપે છે. પણ તેને વધારે ખાવામાં આવે તો તેની કેટલીક સાઇડ ઇફેક્ટ પણ થાય છે. તે અનપ્રોસેસ્ડ ફૂડ છે. તેથી તેમાં બેક્ટેરિયા જલદી ઉદ્ભવે છે. તે અનેક બીમારીનું કારણ બની શકે છે. વધારે પ્રમાણમાં મધ લેવામાં આવે તો તેની 9 સાઇડ ઇફેક્ટ્સ થઇ શકે છે.

  • વધારે પ્રમાણમાં ખવાતું મધ કરે છે નુકસાન
  • મધના વધારે ઉપયોગથી થાય છે 9 સાઈડ ઈફેક્ટ્સ
  • અનેક બીમારીમાં રામબામ ઈલાજ છે મધ

વજન વધવું

1 ચમચી મધ (7 ગ્રામ)માં 21 કેલોરી હોય છે. તેનાથી વધારે ખાવાથી વજન વધવાની સંભાવના રહે છે.

કબજિયાત

તેમાં ફાઇબર હોતું નથી. તેનાથી કબજિયાત થાય છે અને ડાઇજેશન ખરાબ થાય છે.

ડાયાબિટિસ

તેને ખાવાથી બ્લડ શુગર લેવલ વધે છે. તેનાથી ડાયાબિટીસ વધવાની સંભાવના રહે છે.

દાંત ખરાબ

તેમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે. વધારે મધ ખાવાથી દાંતનું લેયર ખરાબ થઇ શકે છે.

એલર્જી

મધ પરાગકણો (પોલેન)થી બને છે. તેનાથી એલર્જીની સંભાવના વધે છે.

બ્લડ પ્રેશર

તેમાં ઓલિગો સૈકેરાઇડ્સ હોય છે. જે બ્લડ પ્રેશરનું લેવલ ઓછું કરે છે. તેનાથી BP લો થઇ શકે છે.

ડાયરિયા

મધમાં ગ્લૂકોઝથી પણ વધારે ફ્રક્ટોઝ હોય છે. તેનાથી બોડી સરળતાથી એબ્સોર્બ નહીં કરે અને ડાયરિયાની સંભાવના રહે છે.

ફૂડ પોઇઝનિંગ

તેમાં બેક્ટેરિયા જલ્દી ઉત્પન્ન થાય છે તેનાથી ફૂડ પોઇઝનિંગ થઇ શકે છે.

લિવર પ્રોબ્લેમ

તેમાં ફ્રક્ટોઝનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી લિવરની સમસ્યા વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here