થાઈરૉઈડનાં લક્ષણો મળતા ની સાથે જ થઈ જાઓ સાવધાન, નહિતર જીવનું જોખમ થઈ શકે છે

0
0

ઘણીવાર તમે લોકોએ જોયું હશે કે તમે વધારે કાર્ય ન કર્યું હોવા છતાં પણ તમને શરીરમાં થાક મહેસૂસ થાય છે અથવા તો પોતાની ખાણી-પીણી પર ધ્યાન આપતા નથી, જેના કારણે આપણું વજન ઝડપથી વધી જતું હોય છે. આપણા શરીરમાં આવા ઘણા બદલાવ થતા રહેતા હોય છે, જેને આપણે મોટાભાગે નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ. શરીરમાં થતા બદલાવ પર આપણે બિલકુલ ધ્યાન આપતા નથી, જેના કારણે આવનારા સમયમાં કોઈ ગંભીર બીમારીનો શિકાર બની જતા હોઇએ છીએ.

આ બધી બીમારીઓ માંથી એક થાઈરોઈડની સમસ્યા પણ છે. મોટા ભાગે જોવામાં આવે છે કે થાઇરોઇડ ના લક્ષણોને આપણે શરૂઆતના સમયમાં અનુમાન લગાવી શકતા નથી, જેના કારણે આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ. જે આગળ ચાલીને હાઇપો થાઈરૉઈડ ની સ્થિતિમાં આવી જાય છે.

હકીકતમાં થાઈરૉઈડ આપણા શરીરમાં રહેલી એક એવી ગ્રંથિ છે, જે મેટાબોલિઝમ ની સહાયતા કરે છે. આજે અમે તમને અમારા આ લેખના માધ્યમથી તેનાં અમુક લક્ષણો વિશે જાણકારી આપીશું. જો તમને તે લક્ષણો મહેસુસ થઈ રહ્યા હોય તો થાઇરોઇડની સમસ્યાનાં સંકેત હોઈ શકે છે. આ સ્થિતિમાં તમારે તુરંત ઈલાજ કરાવવો જોઈએ.

થાઈરૉઈડનાં લક્ષણો

 • જો કોઈ વ્યક્તિને શરીરના સ્નાયુઓમાં દુખાવાની સમસ્યા રહેતી હોય અથવા જોઈન્ટમાં દુખાવો રહેતો હોય તો હાઇપો થાઈરૉઈડ ની સમસ્યા હોઈ શકે છે. હકીકતમાં આપણા શરીરમાં ટીએસએચ અને ટી-૩ અને ટી-૪ ઓછું હોવાને કારણે સ્નાયુઓમાં અવારનવાર દુખાવો થવાની સમસ્યા રહે છે.
 • જો કોઈ વ્યક્તિને થાઈરોઈડની સમસ્યા વધવા લાગે તો તેના કારણે ગરદનમાં સોજો થવાની સંભાવના વધી જાય છે. જો તમારી ગરદન માં સોજો અથવા કોઈપણ પ્રકારનો ભાર મહેસૂસ થાય, તો આવી સ્થિતિમાં તમારે તુરંત ડોક્ટરને સલાહ લેવી જોઈએ.
  • જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી પેટ સંબંધિત સમસ્યાઓ થઇ રહી હોય તો તે હાઇપો થાઈરૉઈડને કારણે હોઈ શકે છે. એટલા માટે જો તમને પેટ સાથે જોડાયેલી કોઇ સમસ્યા રહેતી હોય તો તમારે તુરંત તેનો ઈલાજ કરાવવો જોઈએ.
  • જો તમારા શરીરનું વજન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે તો તે હાઇપો થાઈરૉઈડની સ્થિતિમાં હોય છે, એટલું જ નહીં શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધવા લાગે છે.
  • જો તમને કોઈ પણ જાતની મહેનત વગર પણ તમારા શરીરમાં થાક મહેસૂસ થતો હોય અને નાની-નાની બાબતો પર ગભરાટ થવા લાગતો હોય તો તે થાઈરૉઈડ બીમારીનાં સંકેત હોઈ શકે છે.
   • સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન થાઇરોઇડની સ્થિતિમાં પેટમાં દુખાવો વધારે થાય છે. વળી હાયપર થાઇરોઇડમાં અનિયમિત માસિક ધર્મ થાય છે. થાઈરૉઈડની સ્થિતિમાં મહિલાઓને ગર્ભધારણ કરવામાં ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
   • જો કોઈ વ્યક્તિને હાઇપો થાઈરૉઈડની સમસ્યા છે, તો આ સ્થિતિમાં સુકી ચામડી ની સમસ્યા અને ઝડપથી વાળ ખરવા જેવી પરેશાનિઓ ઉભી થાય છે. તે સિવાય સંવેદનશીલ ત્વચા જેવા લક્ષણો પણ જોવા મળે છે. જો તમારી ત્વચા અથવા વાળમાં કોઈપણ પ્રકારની પરેશાની આવે છે તો તુરંત વિશેષજ્ઞની સલાહ લેવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here