કેળાનું સેવન કરતા પહેલા ધ્યાન રાખજો! સ્વાસ્થ્યને થઈ શકે છે આ ગંભીર નુકસાન .

0
5

કેળું એક એવુ ફળ છે જેને લગભગ બધા લોકો શોખથી ખાતા હોય છે. કેળુ આખી દુનિયામાં સર્વાધિક ખાવામાં અને પસંદ કરવામાં આવે છે. કેળુ ન માત્ર સ્વાદમાં મીઠુ હોય છે, પરંતુ આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાથી લઈને અસ્થમાં અને કેન્સરથી બચાવમાં પણ કારગર છે. સાથે જ તેના અનેક લાભ છે. જોકે, કોઈપણ વસ્તુ વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો આ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ વધારે પ્રમાણમાં કેળુ ખાવાથી શું થઈ શકે છે નુકસાન.

ફેટ વધારે છે કેળુ

કેળાનું વધારે પડતુ સેવન કરવા પર વજન વધવા જેવી ઘણી સ્વાસ્થ્ય ચિંતાઓ થઈ શકે છે. કેળાનું સેવન જો વધારે પ્રમાણમાં કરવામાં આવે તો આ આપણા શરીરમાં એક્સ્ટ્રા ફેટ ઉત્પન્ન કરે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે વજન વધારવાની તરફ છો તો કેળુ તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.

ડાયાબિટીસ દર્દીઓ માટે નુકસાનકારક

કેળામાં નેચરલ શુગર હોય છે. જો તમે તેને વધારે પ્રમાણમાં લો છો તો, એ તમને નુકસાન પહોંચાડી શકે છે. જે ડાયાબિટીસના દ્દી માટે ઘાતક સાબિત થઈ શકે છે.

અસ્થમાના દર્દી માટે નુકસાનદાયક

જે વ્યક્તિઓને અસ્થમા છે, તેમને પોતાના આહારમાં કેળાનું સેવન કરવાથી પરહેજ કરવું જોઈએ.

દરરોજ કેટલા કેળા ખાવા ઠીક છે?

જો તમે જિમમાં વધારે પરસેવો પાડો છો અથવા ફરી રનિંગ કરો છો તો તમે દિવસમાં 3 થી 4 કેળા ખાઈ શકો છો, પરંતુ તમે આવુ કંઈક નહી કરતા તો તમારે દિવસમાં માત્ર 1-2 કેળા ખાઈ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here