Wednesday, September 22, 2021
Home5 કરોડ યૂઝર્સનાં ચહેરા-નામ સુધી પહોંચ ધરાવતી FaceAppથી સાવધ રહેવું જોઈએ?
Array

5 કરોડ યૂઝર્સનાં ચહેરા-નામ સુધી પહોંચ ધરાવતી FaceAppથી સાવધ રહેવું જોઈએ?

વિશ્વભરમાં ‘ફેસઍપ’ ધમાલ મચાવી રહી છે. આ ઍપ થકી લોકો પોતાની વૃદ્ધાવસ્થાની સંભવિત તસવીર જોઈ શકે છે.

સોશિયલ મીડિયા પર ફેસઍપની તસવીરો ધડાધડ પોસ્ટ કરાઈ રહી છે. આ ઍપ કોઈ પણ વ્યક્તિની તસવીરને કૃત્રિમ રીતે વૃદ્ધ વ્યક્તિના ચહેરામાં ફેરવી દે છે.

જોકે, તમને તમારી વૃદ્ધાવસ્થાની તસવીર જેટલી રોમાંચક લાગે છે એટલું જ જોખમ પણ નોતરે છે.

ફેસઍપ એક રશિયન ઍપ છે. આ ઍપને તસવીર બદલવા માટે અપલોડ કરવામાં આવે, ત્યારે તેને સર્વર સુધી મોકલાય છે.

ફેસઍપ યૂઝરની તસવીરને પસંદ કરીને અપલૉડ કરે છે. તેમાં કૃત્રિમ ઇન્ટેલિજન્સ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થકી ફેરફાર કરાય છે.

આ માટે તમારે ઍપ થકી જ તસવીર ખેંચવી પડે છે, પણ આવું કરવા જતા તમે ઍપને માત્ર તમારી તસવીર જ નથી આપી રહ્યાં, એ સિવાયનું પણ ઘણું આપી રહ્યાં છો.

એ વખતે તો એવું લાગે છે કે તમારી એ તસવીરનો અંગત હેતુસર ઉપયોગ કરાયો છે, પણ બાદમાં એનો જાહેર ઉપયોગ પણ થઈ શકે છે.

આ ઍપ તમારા ફોનમાંથી માહિતી મેળવી શકે છે અને બાદમાં આ જ માહિતીનો જાહેરાત માટે ઉપયોગ પણ કરી શકાય છે.

એવું પણ શક્ય છે કે આ ઍપ તમારી ટેવ અને પસંદને સમજવા પ્રયાસ કરી રહી છે, જેનો બાદમાં જાહેરાત માટે ઉપયોગ કરી શકાય.

આને માર્કેટિંગના હથિયાર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

કેટલાય લોકો એ વાતની ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે ઍપ તમારા મોબાઈલની તમામ તસવીરો સુધી પહોંચી શકે છે.

કેટલાક યૂઝર્સનો દાવો છે કે આ ઍપ ખોલતાં જ તમામ તસવીરો ઇન્ટરનેટ પર અપલૉડ થવા લાગે છે.

જોકે, આઈઓએસ અને આઈફોનમાં આ વિકલ્પ આવે છે કે કઈ તસવીરોને અપલોડ કરવી છે અને કઈ તસવીરોને નહીં.


ફેસઍપને લઈને ચિંતાનો માહોલ

ફેસઍપને લઈને અમેરિકન સેનેટે પણ ચિંતા દર્શાવી છે. સેનેટના લઘુમતી સમુદાયના નેતા ચક શુમરે ફેસઍપની તપાસની માગ કરી છે.

ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક પત્રમાં શુમરે લખ્યું છે, “આ બહુ જ ચિંતાજનક છે. અમેરિકન નાગરિકોના અંગત ડેટા વિદેશી શક્તિઓ હાંસલ કરી રહી છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments