હેલ્થ : સર્વાઈકલ સ્પૉન્ડિલૉસિસની શરૂઆતમાં જ સાવધાન થઇ જાઓ નહીંતર પસ્તાશો

0
5

એક જ પોઝિશનમાં કમર, ગરદન અને હાથના સ્નાયુઓને તાણમાં રાખીને લાંબો સમય કામ કરવાનું થાય છે? કસરતના નામે ખાસ કશું જ કરતા નથી? વારેઘડીએ હાથમાં ખાલી ચડી જાય છે? ગરદન કે હાથ અવારનવાર જકડાઈ જાય છે? તો તમારે તમારી ગરદન અને કમરની વિશેષ કાળજી રાખવી શરૂ કરી દેવી જોઈએ, કેમ કે આ લક્ષણો તમને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ ભણી દોરી રહ્યા છે.

  • હાથમાં ખાલી ચડે છે તો થઇ જજો સાવધાન
  • કમ્પ્યૂટર પર વધારે કામ કરનારા લોકો ચેતજો
  • સ્પૉન્ડિલૉસિસ કમરના ગમે એ ભાગમાં થાય છે

અલ્ટ્રામૉડર્ન સુવિધાઓને કારણે આજ કાલ સર્વાઇકલ સ્પોન્ડિલોસિસની સમસ્યા યંગ, મિડલ-એ જ અને સિનિયર સિટિઝન્સ એમ ત્રણેય વર્ગોમાં થવા લાગી છે. એમાં પાછી શિયાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે થોડીક પણ બેદરકારી ગરદન અને કમરના દુખાવામાં વધારો કરશે. હકીકતમાં આપણી કમર ફલેક્સિબલ હોય છે, પરંતુ એનો યોગ્ય ઉપયોગ ન થવાથી એમાં ફિટનેસ આવી જાય છે એ છેસ્પોન્ડિલોસિસ. ઇન્ફર્મેશન ટેક્નોલોજીના જુવાળને કારણે ઑફિસોમાં તમામ કામ કમ્પ્યૂટર પર જ થવાં લાગ્યાં છે.

વિદ્યાર્થીઓએ વાંચવા-લખવામાં, સ્ત્રીઓએ સ્ટૅન્ડિંગ કિચનમાં રસોઈ બનાવવામાં કે વર્કિંગ સ્ત્રી-પુરુષોએ કલાકો સુધી કમ્પ્યૂટર પર કામ કરવામાં માથું આગળ ઝુકાવવું પડે છે. આ પોઝિશનથી સર્વાઇકલ સ્પોન્ડિલોસિસને આમંત્રણ મળે છે. આ બીમારી સુખ સગવડોને કારણે આવે છે. મુલાયમ સોફા, ડનલોપનાં ગાદલાં અને આખી કમર વાળવી ન પડે એ માટે બધું કામ ઊભા-ઊભા જ થઈ જાય એવાં ડિશ-વૉશર અને વૅક્યુમ-ક્લિનર જેવાં સાધનોએ જ કમરની વાટ લગાડી છે. સ્પૉન્ડિલૉસિસ કમરના ગમે એ ભાગમાં થાય છે. ગરદન અને કમરને જોડતા કરોજરજ્જુના ઉપરના મણકાઓમાં જ્યારે ગરબડ થાય ત્યારે એને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ કહેવામાં આવે છે.

કમરના કોઈ પણ ભાગમાં સ્પોન્ડિલોસિસની સમસ્યા થાય અને જકડાહટ વધતી જાય એ વાતદોષમાં અસંતુલન હોવાની નિશાની છે. વાતદોષ સંતુલિત કરવા માટે સૂંઠ અને એરંડિયું એ બે અકસીર અને ઉત્તમ ઔષધો છે. રોજ રાતે સૂતી વખતે સહેજ ગરમ પાણીમાં એરંડિયું અને સૂંઠ મેળવીને પી જવું.

આ ગરદન સાથે સંકળાયેલી સમસ્યા હોવાથી કાન અને નાકમાં સ્નિગ્ધ અને ઔષધસિદ્ધ ઘી કે તેલનું પૂરણ કરવાથી સ્થાનિક વાતદોષોનું શમન થાય છે. હળવાશમાં લેવા જેવું નથી પ્રાથમિક તબક્કાનું દરદ હોય ત્યારે મૉડર્ન મેડિસિનમાં સર્વાઇકલ કોલર પહેરવાની સલાહ આપવામાં આવે છે. એનાથી ચોક્કસ નર્વ પર આવતું દબાણ અટકાવી શકાય છે. જો શરૂઆતમાં જ કાળજી લેવામાં આવે તો વધુ ડેમેજ થતું અટકાવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here