કરવા ચોથ હોય કે હરિયાલી તીજ, સુષ્માજી ખૂબ જ ઉત્સાહથી ઉજવતા તમામ તહેવાર

0
55

તા. 7 ઓગસ્ટ 2019 બુધવાર

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું મંગળવારનો રજ કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું. સુષ્મા સ્વરાજની તબિયત છેલ્લે ઘણા નાદુરસ્ત હતી. તેમણે વર્ષ 2016માં કિડની ટ્રાન્સપ્લાંટ કરાવી હતી.

દેશ-વિદેશમાં લોકો સુષ્મા સ્વરાજને ફક્ત સારા રાજનેતા તરીકે જ નહીં પરંતુ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પણ ઓળખે છે. સુષ્મા સ્વરાજ બીજેપીના કદાવર નેતા ભલે રહ્યાં હોય પરંતુ પોતાની સંસ્કૃતિનું જતન અને પંપરાનું પાલન કરનારા એક સરળ અને ધાર્મિક પ્રવૃતિની મહિલા હતા. તેઓ તમામ તહેવાર ખુબ ઉત્સાહથી ઉજવતા હતા. કરવા ચોથ પર તેમની તસવીરની કાગ ડોળે રાહ જોતા હતા. તેમની તસવીર દર વર્ષે વાયરલ થતી હતી.

ભારતીય સંસ્કતિ અને પરંપપરાનું પાલન કરવામાં આગળ રહેતા સ્વરાજ દર વર્ષે તીજ થી લઇને કરવા ચોથ ખુબ જ ઉત્સાહથી ઉજવતા હતા. તીજના તહેવાર પર હિંડોળા પર મહિલાઓની સાથે તો કરવા ચૌથ પર 16 શણગાર માં લાલ સાડી પહેરી પુજા કરકા સુષ્માજીની તસવીર સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને યંગ જનરેશનમાં ખુબ જ લોકપ્રિય હતી.

સુષ્મા સ્વરાજે સોશિયલ મીડિયા પર ઓક્ટિવ નેતાઓની યાદીમાં સામેલ હતા. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં મહિલાઓને તીજ પર શુભેચ્છા આપતા તેમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી હતી. આજે હરિયાલી તીજ છે – દીકરીઓનો તહેવાર. દેશની તમામ દીકરીઓને મારી તરફથી હરિયાલી તીજની શુભેચ્છા.

સુષ્મા સ્વરાજને આવેલા કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેકમાં શું છે ફરક?

સડન કાર્ડિયાક અરેસ્ટ (SCA)

સડન કાર્ડિયાક અરેસ્ટ કોઇપણ પ્રકારની ચેતવણી કે લક્ષણો વગર અચાનક જ થાય છે. કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં, હૃદય અચાનક થાકીને અટકી જાય છે. જેથી હૃદય દ્વારા મગજ અને શરીરના અન્ય મહત્વપૂર્ણ અવયવોમાં લોહી પહોંચતુ અટકી જાય છે. જેને કારણે ગણતરીની મિનિટોમાં દર્દી મિનિટમાં મરી જાય છે.

હાર્ટ એટેક

હાર્ટ એટેકના કિસ્સામાં, લોહી ગંઠાઈ જાય છે હૃદયને શરીરનાં અન્ય અવયવોમાં લોહી પહોચાડવામાં અવરોધ ઉભો કરે છે. જે ધમનીઓ માટે સંપૂર્ણ અવરોધનું કારણ બને છે. તો રક્ત પેશીઓ રક્ત વગર ઓક્સિજન ગુમાવે છે અને તે દર્દીને મૃત્યુ તરફ દોરી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here