માસ્ક પહેરતી વખતે પણ રાખો સુંદરતાનો ખ્યાલ, કરો આ પ્રકારનો મેકઅપ

0
19

2020 ના નવા વર્ષની ઉજવણી કરતી વખત્ કોઈએ વિચાર્યુ પણ નહીં હોય કે આ વર્ષ આખી દૂનિયા માટે કપરુ પુરવાર થશે. દુનિયાભરના લોકોએ મહિનાઓ સુધી પોતાના ઘરમાં કેદ થઈને રહેવુ પડેશે. લોકોના ચહેરાઓ માસ્ક પાછળ ખોવાઈને રહી જશે. માસ્ક પાછળ ચહેરો ભલે છુપાઈ જતો હોય પણ આપણી આંખો અને કપાળ તો ખુલ્લુ જ રહે છે. જેનું ધ્યાન અને સુંદરતા બરકરાર રાખવી અત્યંત જરૂરી છે.

લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી ત્વચાના પોર્સ બંધ પડી જાય છે. જેના કારણે ત્વચા શુષ્ક પડી જાય છે. તેની નરમાશ જાળવી રાખવા માટે ક્લિંઝિંગ, ટોનિક અને માઈશ્વરરાઈઝર નિયમિત લગાવવું ખુબ જરૂરી છે. ચહેરો ઢંકાઈ રહે છે, એટલે વાત કરનારનું ફોકસ હંમેશા તમારી આંખો પર રહેવાનું. આથી આંખોનો મેકઅપ તમારા માસ્ક ધરાવતા ચહેરાને પણ સુંદરતા બક્ષે છે.

દિવસમાં આઈ મેકઅપ માટે હલકા રંગોનો ઉપયોગ કરવો. સાંજે કે રાતના સમયે હેવી રંગો વાપરી શકો છો. આઈ મેકઅપની સાથે સાથે તમારી આઈબ્રોને પણ સમયાંતરે સરખી કરાવતા રહો. તેને વધારે સુંદર બનાવવા માટે આઈબ્રો પેન્સિલનો ઉપયોગ કરો. માસ્ક પહેરતી વખતે ભલે તમારા હોંઠ લોકોની નજરમાં ન આવવાના હોય, પણ તેનો ખ્યાલ રાખવો પણ એટલો જ જરૂરી છે. આથી તે સુકાઈ ન જાય તેના માટે લિપબામ કે લિપગ્લોસનો ઉપયોગ કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here