‘બાહુબલી 2’ને પછાડી ફિલ્મે રિલીઝ પહેલાં જ 900 કરોડનો બિઝનેસ કર્યો

0
12

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ડિરેક્ટર એસ એસ રાજમૌલિની ફિલ્મ ‘RRR’ના નોર્થ ઈન્ડિયન રાઈટ્સ રેકોર્ડ બ્રેક કિંમત પર વેચાયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાજમૌલિની આ ફિલ્મને નોર્થ ઈન્ડિયન થિયેટ્રિકલ રાઈટ્સ પેન ઈન્ડિયાએ 140 કરોડમાં ખરીદ્યા છે. આ ડીલની સાથે ‘RRR’નો ટોટલ પ્રી રિલીઝ બિઝનેસ અંદાજે 900 કરોડ રૂપિયા થયો છે.

‘RRR’એ ‘બાહુબલી 2’ને પછાડી

‘RRR’ પ્રી રિલીઝના બિઝનેસમાં ‘બાહુબલી’ને પછાડીને ટોચ પર આવી ગઈ છે. રાજમૌલિની જ ‘બાહુબલિ 2’એ રિલીઝ પહેલાં અંદાજે 500 કરોડ રૂપિયાનો ઓલ ટાઈમ રેકોર્ડ બિઝનેસ કર્યો હતો. વિશ્વભરમાં ‘RRR’ના થિયેટ્રિકલ રાઈટ્સ ટોટલ 570 કરોડ રૂપિયામાં વેચાયા છે. ફિલ્મના ઈલેક્ટ્રોનિક, સેટેલાઈટ તથા ડિજિટલ રાઈટ્સ થઈને 890 કરોડ રૂપિયા થાય છે.

13 ઓક્ટબરે રિલીઝ થશે

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પેન ઈન્ડિયાના જયંતીલાલ ગડાએ ફિલ્મના તમામ ભાષાઓ (તેલુગુ, તમિળ, હિંદુ, મલયાલમ તથા કન્નડ)ના નોર્થ ઈન્ડિયન થિયેટ્રિકલ, ઈલેક્ટ્રોનિક, સેટેલાઈટ તથા ડિજિટલ રાઈટ્સ પણ ખરીદ્યા છે. આ ફિલ્મ 13 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં જુનિયર NTR, રામચરણ તેજા, અજય દેવગન તથા આલિયા ભટ્ટ છે.

‘RRR’ કમાણીમાં રેકોર્ડ તોડશે?

હવે જોવાનું એ છે કે ‘RRR’ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે. મેકર્સને આશા છે કે આ ફિલ્મ ઈન્ડિયન સિનેમાના ઈતિહાસમાં ‘બાહુબલી 2’ના તમામ રેકોર્ડ તોડશે. ઉલ્લેખનીય છે કે 1810 કરોડના બોક્સ ઓફિસ કલેક્શનની સાથે ‘બાહુબલી 2’ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.

‘RRR’નું પ્રી રિલીઝ બિઝનેસ

આંધ્ર પ્રદેશઃ 165 કરોડ રૂપિયા

નોર્થ ઈન્ડિયનઃ 140 કરોડ રૂપિયા

નિઝામઃ 75 કરોડ રૂપિયા

તમિળનાડુઃ 48 કરોડ રૂપિયા

કર્ણાટકઃ 45 કરોડ રૂપિયા

કેરળઃ 15 કરોડ રૂપિયા

ઓવરસીઝઃ 70 કરોડ રૂપિયા

(A) ટોટલ થિયેટ્રિકલ રાઈટ્સઃ 570 કરોડ રૂપિયા

(B) ડિજિટલ રાઈટ્સ (તમામ ભાષા): 170 કરોડ રૂપિયા

(C) સેટેલાઈટ રાઈટ્સ (તમામ ભાષા): 130 કરોડ રૂપિયા

(D) મ્યૂઝિક રાઈટ્સ (તમામ ભાષા): 20 કરોડ રૂપિયા

ટોટલ રેવન્યૂ (A + B + C + D): 890 કરોડ રૂપિયા

અજયના જન્મદિવસ પર ફર્સ્ટ લુક શૅર કર્યો

રાજમૌલિએ અજય દેવગનના જન્મદિવસ પર એક્ટરનો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. ડિરેક્ટરે સો.મીડિયામાં મોશન પોસ્ટર શૅર કરીને અજયને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું, ‘લોડ એમ શૂટ. તે પોતાના લોકોને સશક્ત બનાવીને તાકત મેળવે છે.’ વીડિયોમાં શાલ ઓઢીને અજય દેવગન એક યુદ્ધના મેદાનમાં લોકોથી ઘેરાયેલો છે. બેકગ્રાઉન્ડમાં ‘લોડ એમ શૂટ’ શબ્દ સંભળાય છે. વીડિયોના અંતે અજય શાલ હટાવીને સામે આવે છે.

5 હજારથી વધુ સ્ક્રીનમાં રિલીઝ થશે

દશેરા પર રિલીઝ થનારી આ ફિલ્મ ભારતમાં 5 હજારથી વધુ સ્ક્રીન પર રિલીઝ થશે. દર્શકો તથા મેકર્સને આશા છે કે ત્યાં સુધીમાં કોરોના પર કાબૂ આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here