Thursday, April 18, 2024
Homeજીવનશૈલીબ્યુટી ટિપ્સ : ફેસ પર બ્લીચ કરાવતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

બ્યુટી ટિપ્સ : ફેસ પર બ્લીચ કરાવતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

- Advertisement -

છોકરીઓના ચહેરા પર જો વાળ જોવા મળે છે તો એ કોઇ પુરુષથી ઓછા નથી અને હાલના સમયમાં વાળ હટાવવા ગર્લ્સ માટે ખૂબ જ જરૂરી થઇ જાય છે કારણ કે ગર્લ્સના ચહેરાની સુંદરતામાં ડાઘ સમાન હોય છે. એને હટાવવા માટે ઘણી મહિલાઓ વેક્સિંગ અથવા થ્રેડિંગ કરાવી લે છે. તો કેટલીક મહિલાઓ બ્લિચ કરાવવાનું પસંદ કરે છે. પરંતુ બ્લીચ કેટલીક વખત ખતરનાક પણ સાબિત થઇ શકે છે.

જો તમારી સ્કીન પર ખૂબ જ વધારે પિંપલ્સ હોય તો બ્લીચ કરશો નહીં કારણ કે આવું કરવાથી તમારા ફેસ પર ખણ આવી શકે છે અને આ તમારા ચહેરાને ખરાબ કરી શકે છે. જો તમારી સ્કીન સેન્સિટિવ છે તો પણ ડૉક્ટર્સને દેખાડ્યા બાદ જ ફેસ પર બ્લીક કરો. નહીં તો એના પરિણામ પણ તમારે ભોગવવા પડી શકે છે.

બ્લીચ કરતા પહેલા તમારા હાથ પર પેચ ટેસ્ટ કરો એમાં થોડી મીનિટ બ્લીચ તમારા હાથના નાના ભાગ પર લગાવો જો તમને કોઇ સમસ્યા ના થઇ રહી હોય તો આરામથી આ બ્લીચ કરી શકો છો.

બ્લીચ કર્યાના તરત બાદ તડકાથી બચો કેમ કે એ લગાવીને નિકળવું તમારી સ્કીનને પણ નુકસાન પહોંચાડી શકે છે અને ખૂબ જ વધારે જરૂરી હોય તો તમારા ફેસને સમગ્ર રીતે કવર કરીને ઘરથી નિકળો.

એક પછી બીજા બ્લીચની વચ્ચે ઓછામાં ઓછા એક મહિનાનુ અંતર રાખો. વારંવાર બ્લીચ કરવાથી તમારી સ્કીન ખરાબ અને ડ્રાય થઇ શકે છે.

બ્લીચ કરવાની સાચી રીત :-

  • સૌથી પહેલા તમારા ફેસને કોઈ પણ ફેસવૉશથી ધોઈને સાફ કરો અને ત્યારબાદ ક્લીન્ઝરથી સાફ કરો. ફેસ પર બ્લીચ કરવાથી પહેલા તમે તમારા ફેસ પર પ્રી બ્લીચ ક્રીમથી મસાજ કરો તેનાથી સ્કિન સેફ રહે છે..
  • હવે તમે એક વાટકીમાં તમારી ફેસની ત્વચા મુજબ 2-3 ચમચી બ્લીચ ક્રીમ લો અને તેમાં એક્ટિવેટર 1-2 ચપટી મિક્સ કરો. પણ આ વાતનો ધ્યાન રાખો કે બ્લીચ ક્રીમમાં એક્ટિવેટરની માત્રા વધારે ન હોય કારણકે તેની વધારે માત્રા તમારી ત્વચાને નુકશાન પહોંચાડે છે.
  • હવે આ બ્લીચને તમારા આખા ચેહરા પર અને ગરદન પર લગાવી લો.
  • તમે ઈચ્છો તો બ્રશ કે આંગળીની સહાયતાથી તેને તમારા ચેહરા પર લગાવી શકો છો.
  • પણ યાદ રાખવું કે તેને વાળ અને આઈબ્રો પર ન લગાવવું નહી તો વાળનો કલર જુદુ થઈ શકે છે.
  • હવે તમે આશરે 10-15 મિનિટ સુધી તમારા ચેહરા પર લગાવી રહેવા દો.
  • પછી સ્પંજની મદદથી તેને પાણીથી તમારો ચેહરો સાફ કરો.
  • તમે બ્લીચને ઉતારવા માટે પોતે જોશે કે ત્વચાનો રંગ પહેલાથી સાફ થશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular