Monday, December 5, 2022
Homeજીવનશૈલીબ્યુટી ટિપ્સ : રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ...

બ્યુટી ટિપ્સ : રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

- Advertisement -

દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે તમે તેમના ખાસ નુસખા ટ્રાય કરી શકો છો. તમે કેટલીક ઘરેલૂ વસ્તુઓની મદદથી તમે ચમકદાર ગ્લો મેળવી શકો છો અને સાથે સ્કીનને પણ ગોરી બનાવી શકો છો. મોટાભાગની મહિલાઓ સ્કીનની કાળાશથી પરેશાન રહે છે અને છૂટકારો મેળવવા અનેક બ્યૂટી પ્રોડક્ટ્સને યૂજ કરે છે. આજે જાણો ઘરે કેવી રીતે ફેયરનેસ પેક બનાવીને સ્કીનને નિખાર આપી શકાય છે. સ્કીનની ચમક બનાવી રાખવા માટે કરો આ કામ.

સામગ્રી

ગુલાબજળ
ઘઉંનો લોટ
ચણાનો લોટ
હળદર
ચંદન પાવડર
દહીં
મલાઈ

કેવી રીતે બનાવશો

તમામ ચીજોને સારી રીતે મિક્સ કરો અને તેમાં મલાઈ મિક્સ કરો. પછી તેને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં ગુલાબજળ અને દહીં મિક્સ કરી લો. તેને એક લેપ ફોર્મમાં તૈયાર કરો. તેને વધારે પાતળું કે ઘટ્ટ ન રાખો.

કેવી રીતે લગાવશો

તેને લગાવવા માટે ચહેરાને સાફ કરો અને પછી એક લેયરને ફેસ અને ગરદન પર લગાવો. આ ફેસ પેકને 20-25 મિનિટ લગાવીને રાખો. પછી પાણીથી ચહેરાને સાફ કરો. આ પેકને અઠવાડિયામાં 4 વાર લગાવો. નિયમિત ઉપયોગ કરવાથી તમને સારું રીઝલ્ટ જોવા મળશે.

આ વાતનો રાખો ખ્યાલ

જો તમારી સ્કીન ઓઈલી છે તો તમે મલાઈને બદલે લીંબુનો ઉપયોગ કરો. આ સિવાય તમે કોઈ વસ્તુથી એલર્જી અનુભવો છો તો તેને ફેસ પેક બનાવવામાં સ્કીપ કરો. આ સિવાય તેને ફેસ પર લગાવતા પહેલા તમે કાંડા પર ચેક કરીને પછી ઉપયોગ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular