બ્યુટી ટિપ્સ : દરરોજની ભાગદોડ વચ્ચે હાથ-પગને મેનીક્યોર અને પેડીક્યોરથી આરામ આપો

0
3

આ સમયે બધા લોકો ઘરે હોવાથી કામનું ભારણ પણ વધી ગયું છે, આવી સ્થિતિમાં હાથ-પગ પર ધ્યાન આપવાનો સમય નથી રહેતો. તેથી ઘરે કેટલીક સરળ રીતથી મેનીક્યોર અને પેડીક્યોર કરો.

એક સપ્તાહમાં અથવા પંદર દિવસમાં એક કલાકનો સમય પોતાના માટે કાઢો અને હાથ-પગનું ધ્યાન રાખો. પરિવારના સભ્યોની સાથે મળીને પણ મેનીક્યોર અને પેડીક્યોર કરી શકો છો. મજા પણ આવશે અને હાથ-પગની મસાજ પણ થઈ જશે.

આ રીતે મેનીક્યોર અને પેડીક્યોર કરો

  • સૌથી પહેલા હાથ-પગના નખને ટ્રિમ કરો અને આકાર આપો. ધ્યાન રાખો કે નખને વધારે અને એકદમ ખૂણાની અંદર સુધી કટ નથી કરવાનાં.
  • નેઈલ પોલિશ લગાવી હોય તો તેને રિમૂવરથી દૂર કરો. નખને શેપ આપવા માટે નેઈલ કટરની જગ્યાએ નેઈલ ફાઈલરનો ઉપયોગ કરો.
  • ડોલ અથવા ટબમાં હુંફાળાં પાણી કરતાં થોડું ગરમ પાણી ભરો જેમાં ઘુંટણ સુધી પગ ડૂબી શકે અને કોણી સુધી હાથ ડૂબી જાય. તેમાં શેમ્યૂ અથવા બાથ સોપ નાખો અને તમારી પસંદના કોઈપણ એસેન્શિયલ ઓઈલના બે-ત્રણ ટીપાં નાખી શકો છો.
  • હવે આ પાણીમાં પંદર-વીસ મિનિટ માટે પગ અને હાથને ડૂબાડીને રાખો. ત્યારબાદ કાઢીને ટૂવાલ વડે લૂછી લો.
  • જો ક્યુટિકલ પિન હોય તો તેનાથી ક્યુટિકલને સાફ કરો અને મૃત ત્વચા દૂર કરો. એકદમ અંદર સુધી પીન ન લઈ જાવ, પરંતુ બહારના ખૂણાને સાફ કરી લો.
  • બીજા સ્ટેપમાં એક્સફોલિએટિંગ છે. તેના માટે સ્ક્રબ લઈને પગ અને હાથને હળવેથી સ્ક્રબિંગ કરો. તેનાથી મૃત ત્વતા નીકળી જશે.
  • હાથ-પગને સાફ કરીને તેને મોઈશ્ચરાઈઝ કરો અને મસાજ કરો. ક્યુટિકલ્સની હળવેથી મસાજ કરો.
  • મોઈશ્ચરાઈઝર લગાવવાથી ત્વચા નરમ રહેશે અને હાઈડ્રેટ રહેશે. મોઈશ્ચરાઈઝરની જગ્યાએ કોઈપણ સામાન્ય ક્રીમ લગાવી શકો છો.
  • હવે હાથ-પગને આવી જ રીતે રાખો અથવા નેઈલ પોલિશ અથવા નેઈલ આર્ટ કરી લો.
  • જરૂરી નથી કે મેનીક્યોર-પેડીક્યોર બંને સાથે કરવામાં આવે. તમારી અનુકૂળતા મુજબ સમય મળે ત્યારે કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here