બ્યુટી અપડેટ : ટોપ મેકઅપ આર્ટિસ્ટ રોઝ મેરી પાસેથી જાણો સુંદર દેખાવા માટેની રીત

0
0

રોઝ મેરી નેચરલ બ્યુટી ગુરુ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમના નામની ગણતરી ટોપ મેકઅપ આર્ટિસ્ટમાં કરવામાં આવે છે અને તેઓ એસ્ટ્રોલોજર પણ છે. તેઓ જણાવી રહ્યા છે સુંદર દેખાવવા માટેની 5 રીત.

1. દરરોજ 10 મિનિટ જમ્પ કરો: સુંદર દેખાવા માટે, દરરોજ કૂદવું જોઈએ. હું દરરોજ પાંચથી દસ મિનિટ ટ્રેમ્પોલાઈન પર જમ્પ કરું છું.

2. સાંજે 6 વાગ્યા પહેલા જમી લેવુંઃ સાંજે 6 વાગ્યા સુધી જમી લેવું જોઈએ. મારા ડાયટમાં 30 ટકા રાંધેલું ખાવાનું અને 70 ટકા કાચું (સલાડ વગેરે) સામેલ છે.

3. વેજિટેરિયન છો તો હંમેશાં જવાન રહેશો: મેં 30 વર્ષથી મીટ નથી ખાધું. જો તમે શાકાહારી છો અને મીટ નથી ખાતા તો જવાન રહેશો, સ્કિન પર ગ્લો રહેશે.

4. નેચરલઃ પ્રોબાયોટિક્સ સ્કિન માટે ફાયદાકારક હોય છે. હું વિટામિન પણ લઉં છું. નેચરલ અને ઓર્ગેનિક ફૂડનો વધારે ઉપયોગ કરું છું.

5. સવારની શરૂઆત બ્યુટી સ્મૂધીથી કરોઃ દરરોજ સવારે એક ગ્લાસ જ્યુસ અને સ્મૂધી લો. એક કેળુ, થોડી સ્ટ્રોબેરી, બ્લૂબેરી, મુઠ્ઠીભર સ્પ્રાઉટ્સ, 2-3 પીસ કાકડી, કોબીના થોડા ટુકડાઓ, અડધો કપ પાણી, તુલસીના બી. આ બધાને ત્યાં સુધી બ્લેન્ડ કરો જ્યાં સુધી તે એકદમ સ્મૂધ ન થઈ જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here