સુરત : 371 કેસ સાથે લિંબાયત કોરોનાનું એપી સેન્ટર બન્યું, 36 ટકા કેસ માત્ર એક જ વિસ્તારમાં

0
10

સુરત. શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં 1021 કેસ નોંધાયે છે. જેમાં 371 કેસો માત્ર લિંબાયત ઝોનમાં જ નોંધાયા છે જે શહેરમાં 36 ટકા જેટલા છે. લિંબાયતને સ્પેશિયલ એટેન્શન આપવામાં આવ્યું છે. પહેલી વખત પાલિકાના લિંબાયતમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લિંબાયતને ટાપુ તરીકે ગણી એપીએક્સ સિસ્ટમ લાગુ કરી સર્વે હાથ ધર્યો છે. જેમાં લિંબાયત ઝોનમાં 34607 લોકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાંથી એઆરઆઇના કેસ મળી આવ્યા છે.

લિંબાયતમાં સૌથી વધુ કેસ નોંધાતા સ્પેશિયલ એટેન્શન આપવામાં આવ્યું

સુરત શહેર જિલ્લાના 1021 કેસ પૈકી લિંબાયતમાં જ 371 કેસ નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ, વરાછા-એ, કતારગામ અને ઉધના ઝોનમાં 100થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે વરાછા-બીમાં 20, અઠવામાં 30 અને રાંદેર ઝોનમાં 55 કેસ થયા છે. લિંબાયતમાં સૌથી વધુ કેસ હોવાથી આઈલેન્ડ અને એપીએક્સ સિસ્ટમ લાગુ કરાઈ છે. ત્યારબાદ સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

એપીએક્સની સ્ટ્રેજી લાભદાયી નિવડશે

એપીએક્સની સ્ટ્રેજી આગામી દિવસમાં ખૂબ લાભદાયી નિવડશે. જેના થકી શહેરના વૃધ્ધ લોકોની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્યાર સુધીમાં સેન્ટ્રલ, લિંબાયત અને કતારગામ ઝોનમાં આ સ્ટેજીથી કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સેન્ટ્લ ઝોનમાં 22444, લિંબાયત ઝોનમાં 34607 અને કતારગામ ઝોનમાં 10266 મળી કુલ 67317 લોકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાંથી એઆરઆઇના 30 કેસ મળી આવ્યા છે. આ ડેટાના ઉપયોગથી કોરોનાના જોખમ વધારે હોઇ તેવા ઉંમરલાયક લોકો પર મોનિટરીંગની વ્યવસ્થા કરવામાં આવશે. તબક્કાવાર અન્ય ઝોનમાં પણ સર્વે શરૂ કરવામાં આવશે.

સર્વેમાં વિગતો નહી અપાતાં 1287 રિફ્યુઝલ થયાં

પાલિકા કમિશનરના જણાવ્યા પ્રમાણે, પાલિકા વિસ્તારમાં એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવે છે આજે કુલ 1488 ટીમો કાર્યરત કરવામાં આવી છે તેમાંથી 98 કેસો મળ્યા છે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે 220 ટીમો છે તેમાંથી 275 એઆરઆઈના કેસો મળ્યા છે, ફિવર ક્લિનીકો 48 શરૂ કરવામાં આવી છે તેમાંથી 67 કેસો મળ્યા છે. જૈમિની સોફ્ટવેર છે તેમાં 354 હોસ્પિટલોમાંથી 227 કેસો મળ્યા છે. લિંબાયત, કતારગામ અને વરાછામાં ડિસ-ઈન્ફેકશનની કાર્યવાહી કરાઈ છે. સેન્ટ્રલ ઝોનમાં પણ એપીએક્સ પદ્ધતી મુજબ સરવેમાં એઆરઆઈના કેસ 13 મળ્યા છે અને 17,354 ઘરો એવા મળ્યા છે તેમાં કોમોર્બિડ અને વૃદ્ધ લોકો છે. વૃદ્ધ હોય અને સાથે કોમોર્બિડ હોય તેવું એક ઘર મળ્યું છે. અને 66 હજાર ઘરોમાં સ્પેશિફિક માહિતી ઉપલબ્ધ નથી અને 1117માં રિફ્યુઝલ થયું છે. લિંબાયતમાં એઆરઆઈ કેસ 62 ઘરોમાં મળ્યા છે, વૃદ્ધો અને કોમોર્બિડ ઘરો 34,778 છે તેમાં એઆરઆઈ અને કોમોર્બિડ કન્ડિશન હોય એવા 15 ઘરો મળ્યા છે અને રિફ્યુઝલ 176 છે.

કોમોબ્રિડ કન્ડિશન ધરાવતાં વૃદ્ધોનું પાલિકાએ લાઈન લિસ્ટીંગ હાથ ધર્યું

પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, અત્યારે પાલિકા દ્વારા જેટલા પણ વૃદ્ધો છે જેટલા કોમોર્બિડ કન્ડિશન છે અથવા પહેલાંથી જેને ડાયાબિટીશ, હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશન, કિડની, હાર્ટ, લન્ગ્સ એવા પ્રકારના ડિસિસ હોય તેને કોમોર્બિડ કેસીસ કહીએ છીએ. અને તેવા તમામ લોકોનું પાલિકા દ્વારા લાઈન લિસ્ટીંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. આ તમામ લોકોના લાઈન લિસ્ટીંગ ફોન નંબર થકી તે લોકોને વિનંતી કરીએ છીએ કે જે પ્રમાણે કોરોનાનું અત્યારે પ્રશ્ન છે ત્યારે એ લોકોએ બહાર નહી નીકળવું જોઈએ ઘરની અંદર હોમ આઈસોલેશન એક રૂમમાં રહેવું જોઈએ, અને તેઓ માનસીક રીતે પણ તંદૂરસ્ત થાય તે માટે યોગા પ્રાણાયામ અને અન્ય વસ્તુ તેઓએ કરવું જોઈએ. તકેદારીના ભાગરૂપે આયુષ મંત્રાલયના ઈમ્યુનિટી બુસ્ટીંગ મેઝર્સ છે તે આયુષ મંત્રાલયના કહેવા મુજબ તે તમામનું પાલન કરવું જોઈએ. આ તબક્કે તમામ એજર્ડ કોમોર્બિડ કન્ડિશન ધરાવતાં વૃદ્ધો છે તેઓને વિનંતી છે કે, આપ પણ આયુષ મંત્રાલયના જે આયુર્વેદીક અને હોમિયોપેથીક દવાઓ છે તેમાંથી કોઈ પણનું આપ સેવન કરી શકો છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની આપને જરૂર છે. તમામ લોકો આ મેડિસીનનું સેવન કરીને પોતાની ઈમ્યુનિટી બુસ્ટ કરવા પ્રયત્ન હાથ ધરે, તમામ ઝોનમાં વૃદ્ધો લાઈન લિસ્ટીંગ શરૂ કરવા વધારેમાં વધારે ફોકસ કરવામાં આવશે.

લિંબાયતમાં હોમિયોપેથીની દવાનું વિતરણ

સુરત શહેરની કુલ વસતી 60 લાખ કરતા વધુ અંદાજાય છે. જેમાં ઉધના, લીંબાયત અને કતારગામમાં ઇન્ડસ્ટ્રીઓ વધુ હોવાથી કામદાર વર્ગ વધારે છે. હાલમાં આ વિસ્તારોમાં કોરોના સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાઓ પાલિકા દ્વારા વહેંચાઈ રહી છે. આ ઉપરાંત આયુર્વેદિક દવા અને ઉકાળાનું કેટલીયે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરાયું તે જુદુ. જ્યારે કોરોનાગ્રસ્ત લિંબાયત ઝોનમાં અત્યાર સુધીમાં ફક્ત 79 હજારથી વધુ હોમિયોપેથીની દવાનું વિતરણ કરાયું છે. આથી આ વિસ્તારમાં હજુપણ મોટીમાત્રામાં દવાના વિતરણની જરૂર દર્શાવાઈ રહી છે. આ દવાના વિતરણ માટે પાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળાના શિક્ષકો અને આશાવર્કરોની મદદથી સમગ્ર કામગીરી પાર પડાઈ રહી છે. જેમાં જે તે વિસ્તારના સેનેટરી સબ ઇન્સ્પેક્ટરનું સતત માર્ગદર્શન મળતું રહે છે. આ ઉપરાંત સોસાયટીઓ સેનીટાઈઝ કરવા માટે અલગ ટીમ તૈયાર રખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here