આ કારણે 18 કરોડ લોકોનું Pan Card થઈ શકે છે બેકાર, આજે જ કરી લો આ કામ

0
9

સરકારે બુધવારે કહ્યું કે બાયોમેટ્રિક ઓળખપત્ર આધારકાર્ડથી અત્યારસુધીમાં લગભગ 32.71 કરોડ સ્થાયી ખાતા સંખ્યા જોડવામાં આવી છે. માઈ ગાંવ ઈન્ડિયાએ ટ્વિટર પર લખ્યું છે કે આધારથી 32.71 કરોડથી વધારે પેન કાર્ડ જોડી દેવાયા છે. સરકાર પહેલાંથી આધારને પેન સાથે જોડવાની તારીખ વધારીને 31 માર્ચ 2021 કરી ચૂકી છે. ટ્વિટ અનુસાર 29 જૂન સુધી 50.95 કરોડ પેન કાર્ડ અલોટ કરવામાં આવ્યા છે.

18 કરોડ લોકોનું Pan Card થઈ શકે છે બેકાર
આધારને પેન સાથે જોડવાની તારીખ 31 માર્ચ 2021 કરાઈ
32.71 કરોડ સ્થાયી ખાતા આધાર કાર્ડ સાથે જોડાયા
જો લિંક નહીં કરો તો થઈ જશે ઈનએક્ટિવ

ઈન્કમટેક્સ વિભાગના અનુસારજો પેનને નક્કી સમયમાં આધાર સાથે જોડવામાં નહીં આવે તે બેકાર કે ઈનએક્ટિવ થઈ શકે છે. એક અલગ ટ્વિટમાં માઈ ગોવ ઈન્ડિયાએ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરનારાના વિવરણમાં ગ્રાફની મદદથી જાણકારી આપવામાં આવી છે. આ અનુસાર ઈન્કમ ટેક્સ રિટર્ન ભરનારાની 57 ટકા યોજનાઓ એવી છે જેમાં આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે. આંકડા અનુસાર 18 ટકા લોકો એવા છે જે ભરે છે પણ તેમની આવક 2.5થી 5 લાખ રૂપિયા, 17 ટકાની આવક 5 લાખથી 10 લાખ રૂપિયા અને 7 ટકાની આવક 10 લાખથી લઈને 50 લાખ રૂપિયા છે. આયકર રિટર્ન ભરનારામાં ફક્ત 1 ટકાની આવક 50 લાખથી વધારે જોવા મળી રહી છે.

18 કરોડ લોકોના બચ્યા છે 7 મહિનાનો સમય

કેન્દ્ર સરકારની તરફથી જાહેર કરાયેલા આંકડા કહે છે કે દેશના લગભગ 18 કરોડ પેન કાર્ડ આધાર સાથે લિંક નથી. મળતી માહિતી અનુસાર બાયોમેટ્રિક ઓળખપત્ર આધારથી અત્યારસુધીમાં 32.71 કરોડ સ્થાયી ખાતા સંખ્યા પેન સાથે જોડાઈ ચૂકી છે. 29 જૂન સુધી 50.95 કરોડ પેન કાર્ડ અલોટ કરાયા હતા. એટલે કે હજુ પણ 18 કરોડ લોકોના પેન કાર્ડ આધારથી લિંક નથી. જો આ લિસ્ટમાં તમારું નામ છે તો તમારી પાસે હવે 7 મહિનાનો સમય છે.

આ રીતે PANને કરો આધારની સાથે લિંક

તમે www.incometaxindiaefiling.gov.in પર વિઝિટ કરો. અહીં તમને Link Aadhaarનું ઓપ્શન મળશે. તેની પર ક્લિક કરો. આ વિંડોમાં આધાર નંબર, પેન નંબર, નામ, કેપ્ચા કોડ ભરો. ત્યારબાદ Link Aadhaar પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમારું પેન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થશે.