ક્યોંકી સાસ ભી કભી બહુથી ફેમ સમીર શર્માએ કરી આત્મહત્યા

0
0

કોરોના સંકટ વચ્ચે બોલિવૂડ અને ટેલિવૂડ સ્ટાર્સની આત્મહત્યા કરવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી છે. તેણે મુંબઈમાં પોતાના ઘરે આત્મહત્યા કરી છે. સમીર શર્માએ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’, કહાની ઘર ઘર કી જેવી લોકપ્રિય સિરિયલમાં કામ કર્યું છે.

44 વર્ષીય સમીર શર્માએ મલાડ વેસ્ટમાં આવેલા તેના ઘરે જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. જાણવા મળ્યાનુસાર તેણે 2 દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. આજે જ્યારે તેની બોડી મળી ત્યારે તે ડિકંપોઝ થવા લાગી હતી.

સમીરે વર્ષ 2020માં ફેબ્રુઆરીમાં મલાડમાં આ ફ્લેટ ભાડે લીધો હતો. સમીરની બોડીને ચોકીદારે સૌથી પહેલા ઘરમાં લટકતો જોયો હતો. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. જો કે પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી.

સમીર ક્યોકી સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી, જ્યોતિસ લેફ્ટ રાઈટ લેફ્ટ, ગીત હુઈ સબસે પરાઈ જેવી સીરિલયો સાથે હંસી તો ફસી ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here