Wednesday, September 22, 2021
HomeBECILએ વિવિધ 1,679 પોસ્ટ પર ભરતી કાઢી
Array

BECILએ વિવિધ 1,679 પોસ્ટ પર ભરતી કાઢી

બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (BECIL)એ સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ મેનપાવરના 1679 પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ પર એપ્લિકેશન પ્રોસેસ 1 એપ્રિલથી શરૂ થઈ છે, જે 20 એપ્રિલ સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા ઉમેદવારો નિયત તારીખ પહેલાં ઓનલાઇન અપ્લાય કરી શકે છે.

એલિજિબિલિટી…

આ પોસ્ટ્સ માટે આઠમા, દસમા અને બારમું ધોરણ પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. આ સિવાય ઉમેદવારો પાસે ITI સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.

વય મર્યાદા…

આ પોસ્ટ્સ માટે અરજી કરતા ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જો કે, રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

મહત્ત્વપૂર્ણ તારીખો…

અરજી શરૂ થવાની પ્રારંભ તારીખ – 1 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ – 20 એપ્રિલ

અરજી ફી…

જનરલ, OBC, મહિલા, એક્સ-સર્વિસમેન – 590 રૂપિયા
SC, ST, EWS, PH – 295 રૂપિયા

આ રીતે અપ્લાય કરો…

આ પોસ્ટ્સ માટે રસ ધરાવતા ઉમેદવારો નક્કી કરેલી તારીખ પહેલાં ઓનલાઇન અરજી કરી શકે છે.\

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments