ઉત્તરભારતમાં ઠંડી ‘કાતિલ’ બની : 25નો ભોગ

0
17

નવી દિલ્હી,તા. 20 : ઉત્તરભારતમાં પહાડો પર સતત થઇ રહેલી બરફ વર્ષાનાં પગલે ઠંડીએ કહેર મચાવતા બુધવારથી ગુરુવાર સુધીમાં વિભિન્ન જિલ્લાઓમાં 25 લોકોનાં મૃત્યુ નિપજ્યા હતાં. જેમાં ચંદોલીમાં 6, હમીરપુરમાં 4, બાંદા, બલિયા અને ગાજીપુરમાં 2-2,વારાણસી, ભદોહી,જૌનપુર, આઝમગઢ, મઉ, ચિત્રકૂટ, મહોબા, ફતેહપુર અને હાથરસમાં એક-એકનાં મોત નિપજ્યા હતાં.
પ્રદેશમાં બાગપતમાં ન્યૂનત્તમ તાપમાન 4.9 મુઝફફરનગરમાં 5 અને સહારપુરમાં 6 અને વારાણસીમાં 8.4 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.


હાલ તો ઠંડીમાં રાહતના કોઇ આસાર નથી. પૂર્વાંચલમાં છેલ્લા 24 કલાકોમાં 15 લોકોના જીવ ગયાં છે. ઉત્રતપ્રદેશમાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીથી કાંઇ રાહત નથી મળી.હવામાન વિભાગે આજે પ્રદેશના અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવ યથાવત રહેવા અને ગાઢ ધૂમ્મસ પડવાની ચેતવમી આપી હતી. બે દિવસો બાદ પ્રદેશમાં મોટાભાગનાં વિસ્તારમાં સૂર્યનારાયણે દર્શન આપ્યા છતાં પણ ઠંડીમાં કોઇ રાહત નથી.
એકદિવસ પહેલા ગુરુવારે મોસમનો મિજાજ ગુરુગ્રામમાં બદલ્યો હતો અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું.
દિવસભર ઠંડીના પ્રારંભે લોકો ઠંડીથી બચવા દરેક જગ્યાએ વ્યવસ્થા કરી છે. રેલવે સ્ટેશન, ઝુંપડપટ્ટીઓ પર તાપણા તાપીને ઠંડીને ભગાડતા જોવા મળે છે. મેરઠમાં તાપમાન 5.6 ડિગ્રી પહોંચ્યું હતું. અહીં 3 દિવસથી લોકો અને સૂરજના દર્શન નથીક કર્યાં.
બાગપતમાં ઠંડીનો પારો 4.9એ પહોંચ્યો હતો. તો ઉત્તરાખંડમાં આજે અન્ે કાલે પણવરસાદ અને બરફવર્ષાના આસાર છે. ચાર પહાડીજિલ્લા સહિત અન્યઊંચાઈ વાળા વિસ્તારોમાં બરફ વર્ષાની સાથે વરસાદની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here