35 વર્ષ પછી માતા બનવાથી શિશુંને થઈ શકે આવી મોટી બીમારીનો ખતરો

0
0

તાજેતરમાં થયેલી શોધમાં (Research) દોવા કરવામાં આવ્યો છે કે, મોટી ઉંમરની મહિલાઓની (women) કુખે જન્મેલા બાળકોને હૃદય સંબંધી બીમારીઓનો ખતરો રહેલો છે. યુનિવર્સિટી ઓફ કેબ્રિઝ (University of Cambridge) દ્વારા તાજેતરમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે, મોટી ઉંમરની માતાઓના ગર્ભનાળમાં થનારા બદલાઓના કારણે તેમનાથી જન્મેલા (Birth) બાળકોના સ્વાસ્થ્યને ભવિષ્યમાં નુકસાન પહોંચી શકે છે. (પ્રતિકાત્મક તસવીર)

35 વર્ષ પથી માતાને મુશ્કેલીઓઃ આ શોધ ઉંદરો ઉપર કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે 35 વર્ષથી વધુ ઉંમરે માતા મનનારી મહિલાઓના પુત્રો સમસ્યાઓ થઈ શકે છે.

શોધમાં જાણવા મળ્યુ કે, મોડેકથી માતા બનનારી મહિલાઓના પુત્રોમાં નકારાત્મક પરિણામ ભોગવવું પડે છે જ્યારે પુત્રીઓમાં આવું કંઈ જોવા મળતું નથી. પરંતુ પુત્રીઓમાં ફાયદાઓ જ જોવા મળ્યા હતા. શોધકર્તાઓનું કહેવું છે કે, માતાઓની ઉંમર વધુ હોવાથી ગર્ભનાલ દ્વારા બાળકો સુધી પોષણ અને ઑક્સિન પહોંચાડવાની ક્ષમતા ઓછી થાય છે. (પ્રતિકાત્મક તસવીર)

પહેલા ગર્ભાવસ્થાની ઉંમર વધતી જાય છેઃ શોધકર્તા ડૉક્ટર અમાંડા પેરીએ કહ્યું હતું કે, મહિલાઓમાં પહેલી ગર્ભાવસ્થાની સરેરાશ ઉંમર દિવસેને દિવસે વધતી જાય છે. એટલા માટે એ સમજવું જરૂરી છે કે, વધારે ઉંમરે માતા બનનારી મહિલાઓના બાળકોમાં વયસ્ક થવા ઉપર કોઈ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થી શકે છે. 

શોધકર્તાઓએ જણાવ્યું હતું કે, માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને જોડાનારી ગર્ભનાળ ખુબજ ગતિશીલ હોય છે. મહિલાઓની ઉંમર વધવાથી થનારા જેનેટિક ફેરફારોના કારણે ગર્ભનાળની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે.

શોધકર્તા ડોક્ટર ટીના નાપસોએ કહ્યું હતું કે, વધારે ઉંમરમાં ગર્ભધારણ કરનાર માતા ખુબ જ મોંઘી સાબિત થાય છે. કારણ કે તેના શરીર માટે બળકની સાથે પોષણ વહેચણી કરવું થોડું મુશ્કેલ બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here