રાજકોટ : બેડી ગામમાં ત્રણ ઝરખે દેખા દીધી, મજૂરો આખી રાત ઝૂ઼ંપડામાં છુપાઈ રહ્યા

0
40
  • રાત્રે 1 વાગ્યે ઈંટો પાડવાનું કામ શરૂ થયું અને જંગલી પ્રાણી દેખાતાં જ બધા ભાગ્યા
  • મજૂરોએ દીપડો જોયાનું કહ્યું, વનવિભાગે ફૂટ પ્રિન્ટ ચકાસતા ઝરખના નીકળ્યા

રાજકોટઃ રાજકોટ શહેરની નજીક આવેલા બેડી ગામમાં ઝરખ દેખાતા ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂરોમાં ભય ફેલાયો છે અને રાતને બદલે સવારે જ ઈંટો પાડવા નક્કી કર્યું છે. બેડી ગામની નજીક કેશુભાઈના ખેતર પાસે ઈંટોના ભઠ્ઠા ચાલી રહ્યા છે. દરરોજના નિયત સમય મુજબ મજૂરો 1 વાગ્યે ઈંટો પાડવા માટે ભેગા થયા હતા. આ દરમિયાન રમેશભાઈ નામના મજૂરે ભઠ્ઠાથી દૂર કશુક દેખાતા ટોર્ચ કરી હતી અને ત્રણ પશુઓની ચળકતી આંખો દેખાઈ હતી અને દીપડો હોવાનું કહી બધાને ભાગવા કહ્યું હતું. બધા મજૂરો એક જ ઝૂંપડામાં આખી રાત ભરાઈ રહ્યા હતા. બીજા દિવસે સવારે મજૂરો બહાર આવ્યા હતા સરપંચે વનવિભાગને દીપડો આવ્યાની જાણ કરતા ટીમ આવી હતી અને સ્થળ પર સગડ તપાસ્યા હતા. ઈન્ચાર્જ ડીસીએફ પી.ટી. શિયાણીના જણાવ્યા અનુસાર આ ફૂટ પ્રિન્ટ દીપડાના નથી કારણ કે, તેમાં નહોર દેખાય છે આવા નહોર વાળા મોટા ફૂટ પ્રિન્ટ ઝરખના હોય છે. આ ઝરખ ક્યાંથી આવ્યા તે અંગે હજુ અસ્પષ્ટતા છે.

મજૂરોએ રાતને બદલે સવારે કામ શરૂ કર્યું

ઇંટોના ભઠ્ઠામાં ગારો ખૂંદીને કાચી ઈંટ પાડવાનું કામ રાત્રે 1 વાગ્યે શરૂ થાય છે અને સૂર્યોદય થાય ત્યાં સુધીમાં ઈંટો પાડી દીધી હોય છે પણ કામ શરૂ થયું ત્યાં ઝરખે દેખા દેતા મજૂરો ભાગી ગયા હતા અને બીજે દિવસે સવારે કામ ચાલુ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here