વડોદરા : ફૂડ ડિલિવરી ની આડ માં બીયરની હેરાફેરી નો પર્દાફાશ,

0
30

વડોદરા :  દારૂની હેરાફેરી માટે ખેપિયાઓ હવે અવનવા કિમિયાઓ અપવાની રહ્યા છે. વડોદરા શહેરમાં ગોત્રી રોડ પર આવેલા નંદીશ કોમ્પલેક્ષ પાસેથી પોલીસે ફૂડ ડિલિવરી કરતી કંપની સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી બીયરના ટીન ઝડપી પાડ્યા હતા. પોલીસે ડિલિવરી બોયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડિલિવરી બોય પાસે પોલીસે બિયર સહિતના જથ્થો જપ્ત કર્યો

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના એસ.એસ.આઇ કાર્તિકસિંહને બાતમી મળી હતી કે, સ્વિગીનો ડિલિવરી બોય તેની બેગમાં બીયરના જથ્થા સાથે ગોત્રી રોડ પરથી પસાર થવાનો છે. તેના આધારે લક્ષ્મીપુરા પોલીસે ગોત્રી રોડ પર આવેલા નંદીશ કોમ્પલેક્ષ પાસે વોચ ગોઠવી હતી. અને ત્યાંથી બાઇક પર પસાર થઇ રહેલા સ્વિગીના ડિલિવરી બોયને રોક્યો હતો. અને તેની બેગ ખોલીને તપાસ કરી હતી. જોમાં ડિલિવરી બોયની બેગમાંથી પોલીસને બિયરના 6 ટીન મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને બીયરના ટીન, મોબાઇલ અને બાઇક સહિતનો 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here