બનાસકાંઠા લાખણી તાલુકાના લવાણા ગામમાં ચોર બન્યા બેફામ.

0
118
બનાસકાંઠા જીલ્લામાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં ચિંતા જનક વધારો જોવા મળી રહ્યો છે એક તરફ પોલીસ સલામતી અને સુરક્ષાના દાવાઓ કરી રહી છે. પરંતુ રાત્રીના અંધારામાં વેપારીઓની દુકાનના તાળાઓ તૂટી રહ્યા છે અને પોલીસના પેટ્રોલિંગ કરવા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામમા તાજેતરમાં રાત્રીના સમયે  અજાણ્યા શખ્સો દ્વારા એક મોબાઈલ ની દુકાનમાં ચોરી કરી હતી.
મળતી માહિતી મુજબ લાખણી તાલુકાના લવાણા ગામમાં થોડા સમય પહેલા જ એક દુકાનમાં ચોરી કરીને અજાણ્યા શખ્સો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો ત્યારબાદ ફરીથી બીજી દુકાનમાં ચોરી ની ઘટના સામે આવી રહી છે. જણાવી દઈએ કે જેતડા થી દિયોદર હાઇવે ઉપર આવેલ શોપિંગમાં મોબાઈલ શોપ ની દુકાનમા રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા દુકાન ના પતરા તોડીને અંદર પ્રવેશ કરીને 80નંગ મોબાઈલની ચોરી કરીને ફરાર થયા હતા.
જેને લઇને દુકાનદારો દ્વારા ચાર દિવસ પહેલા  દિયોદર પોલીસ સ્ટેશન માં  લેખિત અરજી આપી હતી પરંતુ દુકાન દારો કહી રહ્યા છે કે  હજુ  ચોર પકડવા દુર રહ્યા પણ દિયોદર પોલીસ દ્વારા યોગ્ય તપાસ પણ નથી કરવામાં આવી  જેને લઈને લોકો દિયોદર પોલીસની  કામગીરી ઉપર પણ શક કરી રહ્યા છે.જેથી કરીને પોલીસ ની ધીમી કામ ગીરીને લઈને ચોરો ને મોકળુ મેદાન મળી રહ્યૂ છે.જેથી કરીને  પોલીસ તાત્કાલીક ચોરીની તપાસ કરીને ચોરોને પકડવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
બાઈટ.કિરણભાઈ રાજપૂત – દુકાનદાર
રિપોર્ટર : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here