ગાયની પૂજા જ લક્ષ્મી પૂજા : દિવાળી પહેલાં સુખ અને સમૃદ્ધિની કામના સાથે ગોવત્સ બારસનું વ્રત કરવામાં આવે છે.

0
11

12 નવેમ્બરના રોજ ગુરુવારે ગોવત્સ બારસ વ્રત કરવામાં આવશે. તેમાં ગાય અને તેના વાછરડાની પૂજા કરવામાં આવે છે. ભવિષ્ય પુરાણ પ્રમાણે ગાય લક્ષ્મીજીનું સ્વરૂપ છે. ગાયની આંખમાં સૂર્ય-ચંદ્ર, મુખમાં રૂદ્ર, ગળામાં વિષ્ણુ, શરીરમાં વચ્ચે બધા જ દેવી-દેવતા અને પાછળના ભાગમાં બ્રહ્માનો વાસ હોય છે. એટલે ગાય અને તેના વાછરડાની પૂજાથી લક્ષ્મીજી સહિત બધા દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. મહિલાઓ આ વ્રત પોતાના પરિવારની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના માટે કરે છે.

વ્રત અને પૂજા વિધિ.

  • આ દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને વ્રત અને પૂજાનો સંકલ્પ લે છે.
  • શુભ મુહૂર્તમાં ગાય અને તેના વાછરડાની પૂજા કરે છે.
  • ગાયને લીલું ઘાસ અને રોટલી સહિત અન્ય વસ્તુઓ ખવડાવવામાં આવે છે.
  • ગાય અને વાછરડાને સજાવવામાં આવે છે. આ દિવસે ગાયના દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવતું નથી.
  • ગાયનું બધું જ દૂધ તેના વાછરડા માટે રાખવામાં આવે છે.
  • ભેંસના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે.
  • પૂજા પછી ઘરમાં મોટાભાગે બાજરાની રોટલી અને અંકુરિત અનાજનું શાક બનાવવામાં આવે છે.
  • આ દિવસે જો ક્યાંય ગાય અને વાછરડું મળે નહીં તો ચાંદી કે માટીથી બનેલાં વાછરડાની પૂજા પણ કરી શકાય છે.

પરિવારની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત.

ગાય અને વાછરડાની પૂજાથી મહિલાઓને બાળકનું સુખ મળે છે. બાળકના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે પણ આ વ્રત કરવામાં આવે છે. પુરાણોમાં આ વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ દિવસે જે ઘરની મહિલાઓ ગૌમાતાની પૂજા કરે છે તેમનો પરિવાર સમૃદ્ધ રહે છે. આ દિવસે ગાયને રોટલી અને લીલું ઘાસ ખવડાવીને સંતુષ્ટ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આવા પરિવારમાં ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી. ગાય અને વાછરડાની પૂજા કરવાથી બધા દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પાપ દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here