નદીમાં કૂદતાં પહેલા માતા-પિતાને ફોનમાં કહ્યું, બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના

0
30

વટવા વિસ્તારમાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા નામની યુવતીએ હસતાં-હસતાં દર્દભરી પોતાની દિલની વાત કરી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. એ પહેલા ફોન પર માતા-પિતા તેને કસમ આપે છે, છતાં યુવતી આપઘાત કરી લે છે. માતા-પિતા સાથે યુવતીની અંતિમ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે જે ખૂબ જ હૃદયદ્રાવક છે. તેમા યુવતી તેના માતા-પિતાને કહે છે કે બહુ થયું હવે નથી જીવવું, બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના.

પિતા ઝાલોર જઈને બધુ ઠીક કરી દેવા દીકરીને કહે છે

આપઘાત કરતા પહેલા યુવતીએ પોતાના માતા-પિતાને ફોન કરી પોતે મરી જાય છે અને પતિએ તેને મરવાનું કહ્યું તો તેનો વીડિયો મોકલવાનો કહ્યો હતો એટલે મેં બનાવીને મોકલ્યો છે એમ જણાવે છે. વાતચીતમાં માતા-પિતા બંને દીકરીને સમજાવે છે કે તું ઘરે આવી જા તને કસમ છે. પિતા કહે છે કાલે જ હું ઝાલોર જઈ અને બધું સરખું કરી આવીશ. છતાં આઇશા રડતાં રડતાં બસ હવે બહુ થયું. હવે નથી જીવવું કહી અને મરવાની વાત કરે છે. બચી ગઈ તો લઇ જજો અને મરી ગઈ તો દફન કરી દેજો કહે છે. માતા-પિતાની કસમ છતાં છેવટે આઇશા નદીમાં કૂદી જિંદગીનો અંત લાવી દે છે.

સાબરમતીમાંથી ફાયરબ્રિગેડે લાશ બહાર કાઢી

​​​​​​​રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાંથી એક મહિલાની એટલે કે આઇશાની લાશ બહાર કાઢી હતી. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતાં પોલીસે આ મામલે વીડિયોના પુરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લગ્ન બાદ આઇશાને તેનાં સાસરિયાંઓ દહેજ બાબતે ત્રાસ આપતા

વટવામાં વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતા હતા.

આઇશા ઉર્ફે સોનુના 2018માં રાજસ્થાનના ઝાલોરના આરીફ ખાન સાથે લગ્ન થયા હતા

આઇશા ઉર્ફે સોનુના 2018માં રાજસ્થાનના ઝાલોરના આરીફ ખાન સાથે લગ્ન થયા હતા

આરીફ આઇશાના ઘરે આવી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો

વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માગી ઝઘડો કરી આઇશાને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે લઈ ગયાં હતાં. વર્ષ 2019માં આઇશાને તેના સાસરિયાં તેને પિયરમાં મૂકી જતાં આઇશા તેનાં માતા-પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આઇશાના ઘરે આવ્યો અને દહેજ માગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો.

તારે મરવું હોય તો મરી જા: પતિના આઇશાને અંતિમ શબ્દો

બાદમાં ફરી આઇશાને લઈ જતાં ઝઘડો થયો હતો અનને ફરી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતાં આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુઅલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ગુરુવારે આઇશા નોકરીએ ગઈ હતી.

આઇશાએ જણાવ્યું, આરીફ મને સાથે લઈ જવા માગતો નથી, હું આપઘાત કરી લઈશ

આઇશાએ જણાવ્યું, આરીફ મને સાથે લઈ જવા માગતો નથી, હું આપઘાત કરી લઈશ

આરીફ મને લઈ જવા માગતો નથી, હું આપઘાત કરી લઈશ

બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને તમે જમ્યા કે નહિ એમ પૂછી ખબરઅંતર પૂછ્યા હતા. બાદમાં આઇશાએ મેં આરીફને ફોન કર્યો હતો, એવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો, શું કહ્યું તેણે એવું પૂછ્યું હતું. આઇશાએ જણાવ્યું, આરીફ મને સાથે લઈ જવા માગતો નથી, હું આપઘાત કરી લઈશ એવું કહેતા આરીફે કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા એમ કહી મને વીડિયો મોકલજે. આમ કહેતાં આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો.​​​​​​​

ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમે આઇશાની લાશ બહાર કાઢી

આઇશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. બાદમાં આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે એ માટે સમજાવી હતી. બાદમાં માતા-પિતા તેને શોધવા નીકળ્યાં હતાં. થોડા સમય બાદ આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયારનગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યાં છે.​​​​​​​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here