Monday, September 20, 2021
Homeલગ્ન પહેલા દરેક પુરુષે, શીખી લેવા જોઇએ આ 4 કામ
Array

લગ્ન પહેલા દરેક પુરુષે, શીખી લેવા જોઇએ આ 4 કામ

હાલ લગ્નની મૌસમ ચાલી રહી છે. ત્યારે તમારા પણ લગ્ન હાલ નજીક હોય તો તમારે લગ્ન પહેલા આ ચાર કામ કરતા તો શીખવું જ રહ્યું. જેથી કરીને તમારા લગ્નજીવનમાં કોઇ મુશ્કેલી ના આવે. એક વાત જાણી લો કે લગ્ન રોજ રોજ નથી થતા. અને લગ્નજીવન એક લાંબા ગાળાના સંબંધોની વાત છે. ત્યારે આ ચાર વાતો લગ્ન પહેલા દરેક પુરુષોને આવડવી જોઇએ.

કૂકિંગ : લગ્ન પહેલા દરેક પુરુષને બેઝિક કૂકિંગ આવડવું જોઇએ. તમારી આ વાત તમારી ભાવિ પત્નીને પ્રભાવિત કરશે. સાથે જ પત્ની પિયર ગઇ હશે કે બિમાર હશે તો તમે જમવાનું બનાવી તેને સપોર્ટ કરી શકો છો. ભાત કેવી રીતે મૂકવો, ભાતની વાનગીઓ, ચા બનાવવી જેવી વસ્તુઓ આવડવી જોઇએ. વળી હવે પહેલા જેવું નથી રહ્યું છે કે કૂકિંગ એ ખાલી પત્નીઓનું જ કામ છે.

નાણાંકિય સ્થિતિ : લગ્નની સાથે જ તમારી નાણાંકીય જવાબદારીઓ વધવાની છે. તો જો લગ્ન પહેલા તમારી નાણાંકિય સ્થિતિ સારી ના હોય તો તેવા પ્રયાસ કરો જેનાથી તમે આર્થિક રીતે સધ્ધર બનો. આ સિવાય નાણાંકીય બાબતે બેક-અપ પ્લાનિંગ કરી લો. જો તમે નાણાંકીય રીતે મજબૂત નહીં હોવ તો તમારું વૈવાહિક જીવન મુશ્કેલ સાબિત થઇ શકે છે.

કસમ ખાવાનું છોડી દો : શું તમે દરેક નાની મોટી વાતે કસમ ખાવાની આદત છે. તો આ આદતને આજે જ બંધ કરો. કારણ કે તમે કોઇ કામ કરવાની કસમ ખાધી અને જો તે કામ ન થયું તો ઝગડો થઇ શકે છે. અને પુરુષોને આમ પણ દેખાડો કરવાની થોડી આદત હોય છે. માટે તમારી પત્નીને તે જ વચન કે સપના બતાવો જે તમે પૂરા કરી શકો. ખોટા સપના બતાવાનું રહેવા દો.

ખર્ચો : લગ્ન પહેલા ખોટા ખર્ચા કરવાની આદત હોય તો સુધારી દો. કારણ કે લગ્ન પછી તમારા માથે અનેક નવી જવાબદારીઓ આવશે. અને આ નવી જવાબદારીઓ માટે તમારે તૈયાર રહેવું પડશે. જેથી તમારું અને તમારી પત્નીનું ભવિષ્ય સુરક્ષિત રહે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments