રક્ષાબંધન પહેલા બહેને આપી પોતાના ભાઇને કિડની, કહ્યું-પિતા બાદ ભાઇને નથી ગુમાવવો

0
12

રક્ષાબંધન નજીક છે ત્યારે ભાઈ-બહેનના પ્રેમનો એક મજેદાર કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં પંજાબની એક બહેને તેના ભાઈને પોતાની કીડની આપીને ભાઈનું જીવન બચાવી લીધું છે.

પંજાબના માનસા જિલ્લાના વતની સુરેન્દ્રની બંને કીડની ફેઈલ ગઈ હતી આ કારણે તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. પરંતુ તેને કંઈ થાય એ પહેલાં હરિયાણામાં પરણેલી તેની બહેન આગળ આવી હતી અને તેણે તેના ભાઈને એક કીડની આપીને તેનો જીવ બચાવી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે આ બંને ભાઈબહેને હજુ એક મહિના પહેલાં જ તેમના પિતા ખોયા છે, જેમનું પણ કીડની અને લિવર ફેઈલ થઈ જવાને કારણે મૃત્યુ થયું હતું. પોતાની બંને કીડની ફેઈલ થઈ જવાને કારણે રાજેન્દ્રએ ડાયાલિસિસને સહારે જીવવું પડ્યું હતું, પરંતુ આખરે ડૉક્ટર્સે તેને કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવી જ પડશે એવું કહ્યું ત્યારે તેની સામે એક મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો. કારણ કે તેની બીમાર માતા તેને કીડની આપી શકે એમ નહોતી અને તેની પત્નીની કીડની તેની સાથે મેચ થઈ શકે એમ નહોતું.

જોકે ભાઈના જીવન સામે કોઈ પ્રશ્ન ઊભો થાય એ પહેલાં હરિયાણામાં પરણેલી તેની બહેન સામે આવી હતી. પોતાને બે સંતાનો હોવા છતાં બહેન રાજવિન્દર કૌરે તેના ભાઈને પોતાની એક કીડની આપવાનો નિર્ણય કર્યો હતો. આનંદની વાત એ હતી કે તેના આ નિર્ણયમાં તેના સાસરાવાળા પણ ઊભા રહ્યા હતા અને રાજવિન્દરના પતિએ તો આ માટે તેને પ્રતિજ્ઞાપત્ર પણ આપી દીધું છે, જેમાં તેણે રાજવિન્દર તેના ભાઈને કીડની આપે એ બાબતે હર્ષ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here