Monday, September 20, 2021
Homeશિયાળુ સત્ર LIVE : નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા પહેલાં તેને રજૂ...
Array

શિયાળુ સત્ર LIVE : નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા પહેલાં તેને રજૂ કરવા થયું વોટિંગ, સમર્થનમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નાગરકિતા બિલ રજુ કર્યું છે. આ અંગે અધીર રંજન ચૌધરીએ વિરોધ વ્યક્ત કર્યો જેનો અમિત શાહે જવાબ આપતા કહ્યું કે, આ બિલ દેશની લઘુમતી કોમના વિરુદ્ધમાં નથી. વધુમાં અમિત શાહે કહ્યું કે, હું દરેક સવાલનો જવાબ આપીશ. ત્યારે વોક આઉટ ના કરતા. આ બિલ લઘુમતીના .001% પણ વિરોધમાં નથી. ભાજપે તેના તમામ સભ્યોને અગામી ત્રણ દિવસ ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યું હતું. કોંગ્રેસ સહિત 11 પાર્ટી આ બિલના વિરોધમાં છે. આ બિલ અંગે અમિત શાહે લોકસભામાં કહ્યું કે, જો કોંગ્રેસે ધર્મના આધારે દેશનું વિભાજન ન કર્યું હોત તો નાગરિકતા બિલ લાવવાની જરૂરત ન હોત. અંતે સ્પીકરે બિલ રજૂ થવા મામલે પહેલાં વોટિંગ કરાવવાનો આદેશ આપ્યો હતો. બિલ રજૂ કરવાના મામલે 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા હતા. 375 સાંસદોએ વોટિંગમાં ભાગ લીધો હતો.

સંસદ અપડેટ્સ

  • અમિત શાહે કહ્યું કે, આપણા દેશની 106 કિમી સરહદ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. જેથી તેનો સમાવેશ કરવો જરૂરી હતી. મને આ દેશના ભૂગોળની ખબર છે. પણ કદાચ આ લોકો POKને ભારતનો હિસ્સો નથી માનતા.
  • અમિત શાહઃ આ પહેલી વખત નાગરિકતા અંગે ચર્ચા નથી થઈ રહી. 1971માં ઈન્દિરા ગાંધીએ કહ્યું કે, બાંગ્લાદેશથી જેટલા લોકો આવ્યા છે, દરેકને નાગરિકતા આપવામાં આવે, ત્યારે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા કેમ ન આપવામાં આવી. ત્યારે પણ આર્ટિકલ 14 હતો તો પછી બાંગ્લાદેશની તરફેણ શા માટે.
  • ઓવૈસીએ કહ્યું કે, આ બિલ બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન કરે છે. ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી. જો બિલ રજુ થયું તો ગૃહ મંત્રી અમિત શાહનું નામ ઈઝરાયલના પહેલા વડાપ્રધાન ડેવિડ બેન ગુરિઓન સાથે લખવામાં આવશે. આ દરમિયાન ભાજપના સાંસદોએ ઓવૈસીના આ નિવેદન અંગે વાંધો ઉઠાવ્યો હતો.
  • ટીએમસી સાંસદ સૌગાતા રોયે કહ્યું કે, આ બિલ વિભાજનકારી અને ગેરબંધારણીય છે.જે બંધારણના આર્ટિકલ 14નો ભંગ કરે છે.
  • AIUDF પાર્ટી જંતર મંતર પર નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે.
  • ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ વિજય ગોયલે દિલ્હીમાં સર્જાયેલી આગ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો
  • AIADMK નાગરિકતા સુધારણા બિલના સમર્થનમાં આવી ગઈ છે. આ પાર્ટીના રાજ્યસભામાં 11 સાંસદ છે.
  • ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પાર્ટીના સાંસદોએ નાગરિકત્વ સુધારણા બિલના વિરોધમાં સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીના પૂતળા સામે વિરોધ પ્રદર્શન કર્યું

મોદી સરકારના છેલ્લા કાર્યકાળમાં નાગરિકતા બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું, પણ રાજ્યસભામાં અટકી ગયું હતું. કેન્દ્રીય કેબિનેટમાંથી બિલને 4 ડિસેમ્બરે મંજૂરી મળી ગઈ હતી. આ બિલ દ્વારા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના બિન-મુસ્લિમો(હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ)ને ભારતીય નાગરિકતા આપવામાં સરળતા રહેશે.
‘બિલ પાસ થયું તો ભારત ઈઝરાયલ બની જશે’
AIMIM પ્રમુખ અસદદ્દુીન ઓવૈસીએ પણ નાગરિકતા બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, જો આ બિલને સંસદની મળી જાય તો ભારત ઈઝરાયલ બની જશે. જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની દીકરી સના ઈલ્તિજા જાવેદે પણ બિલના વિરોધમાં કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમો માટે કોઈ જગ્યા નથી. સરકાર મુસ્લિમ સમુદાયને નબળુ કરવા માંગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments