નવસારી : ચીખલીનાં રાનકુવા ખાતે નવનિર્મિત સબ આરોગ્ય કેન્દ્ર ઉદ્ધઘાટન કરવાના પહેલાં જજર્જિત હાલતમાં

0
204
ચીખલી તાલુકાના રાનકુવા ખાતે નવનિર્મિત સબ આરોગ્ય કેન્દ્ર થોડા મહિનામાં જ જર્જરિત થઈ જવા પામ્યું છે તો પડેલ મસમોટી તિરાડો અકસ્માતને નોતરું આપી રહી છે.સ્થાનિક તંત્ર દ્વારા લેખિત રજુઆત બાદ પણ તંત્રના અધિકારીઓએ સમારકામ માટે આળસ ખંખેરી નહીં હોવાની હાલની પરિસ્થિતિ ચાડી ખાઈ રહી છે.
જર્જિત  સબ સેન્ટરમાં અનેક લોકો તેમના નાના બાણકોને લઈ આરોગ્ય વિષયક પ્રશ્ર્નો લઈ આવતા હોય તેમના પણ મોતનો ટોળાતો સંકટ 
પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક લોકોને આરોગ્ય વિષયક સારવાર તેમજ સરકારી યોજનાનો લાભ મળી રહે એ માટે ચીખલી તાલુકાના રાનકુવા ખાતે આરોગ્ય સબ સેન્ટર મંજુર કરવામાં આવ્યું હતું.આ સબ સેન્ટર માટે નવા મકાન નું નિર્માણ કરાતા લોકોમાં ખુશી જોવા મળી હતી .પરંતુ આ મકાન ની ગુણવત્તા ની અસલીયત બહાર આવતા જ લોકોની ખુશી પાણીમાનો પરપોટો સાબિત થવા પામી છે .ટૂંકા ગાળામાં જ આ મકાન માં પગથિય તેમજ દીવાલો પિલરો પર મસમોટી તિરાડો પડી જતા પરિસ્થિતિ જોખમી બની જવા પામી છે.આ મકાન માં દરરોજ અનેક લોકો તેમના નાના ભૂલકાઓ લઈ આરોગ્ય વિષયક પ્રશ્નો લઈને આવતા હોય છે ત્યારે તેમણે જીવના જોખમે અંદર દાખલ થવું પડે છે.
આ બાબતે થોડા મહિનાઓ પહેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર માંથી લેખિત રજુઆત કરવામાં આવી છે પરંતુ આ બાબતે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.જ્યારે નવસારી ઉચ્ચ અધિકારી દિલીપ ભાઈ ભાવસારને આ બાબતે પૂછતાં તેમણે પણ કાર્યવાહી ચાલુ હોવાનું પોપટીયું રંટણ રટ્યું હતું.હાલ આ મકાન ની  જર્જરિતા કોઈ પણ સમયે અકાસમત સર્જી શકે છે ત્યારે તંત્રના અધિકારીઓ જવાબદારી લેશે ખરા?
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here