ખેડૂતો સાથેની બેઠક પહેલા PM મોદીએ મંત્રીઓ સાથે બે કલાક મીટિંગ કરી, શાહ-રાજનાથ પણ હાજર રહ્યાં.

0
8

કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત દિલ્હી બોર્ડર પર ભેગા થયા છે. સાથે જ આ મુદ્દા પર ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા. શનિવારે ખેડૂત સંગઠનો સાથે પાંચમી બેઠક પહેલા આ મહત્વની મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ આ બેઠકમાં સામેલ થયા હતા.

વડાપ્રધાન મોદી સાથે ખેડૂત આંદોલન અંગે ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલની બેઠક લગભગ 11.40 વાગ્યે ખતમ થઈ ગઈ હતી. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી.

બપોરે 2 વાગ્યે ખેડૂતો સાથે બેઠક

બેઠક પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, આજે બપોરે 2 વાગ્યે ખેડૂતો સાથે એક બેઠક કરવાની છે. મને ઘણી આશા છે કે ખેડૂત સકારાત્મક વિચારશે અને આંદોલન ખતમ કરશે.

તો આ તરફ કિસાન મહાપંચાયતના નેતા રામપાલ જાટે કહ્યું કે, સરકારે ત્રણ કાળા કાયદાને પાછા લેવાની જાહેરાત કરવી જોઈ અને તેમણે લેખિતમાં આપવું પડશે કે MSP યથાવત રહેળે, જો આજની બેઠકનું સકારાત્મક પરિણામ નહીં આવે, તો રાજસ્થાનના ખેડૂત NH-8 સાથે દિલ્હી તરફ માર્ચ કરશે અને જંતર મંતર પર ધામા નાંખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here