IPL2020 ના આયોજન પહેલા આ જાણીતા ખેલાડીએ દરેક ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

0
4

કોરોનાના કાળમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી છેલ્લા ઘણા સમયથી મેદાનથી દૂર છે. જો કે, હવે ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત થઈ ચૂકી છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ના આયોજનની સંભાવનાઓ પણ તીવ્ર બની હોવાથી જલદી ખેલાડી મેદાન પર ફરી જોવા મળશે એવી ફેન્સને આશા બંધાઈ છે.

પરંતુ આ દરમિયાન એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ઘરેલુ ક્રિકેટનું મોટું નામ રજત ભાટિયાએ ક્રિકેટના દરેક ફોર્મેટથી સંન્યાસ લીધો છે એવા સમાચાર મળ્યા છે. ભાટિયાએ લગભગ 20 વર્ષ સુધી ઘરેલુ કિકેટ રમ્યું. દિલ્હીમાં જન્મેલા ભાટિયાએ તેના ઘરેલુ ક્રિકેટની શરૂઆત તમિલનાડુથી કરી હતી. બે સીઝન સુધી ત્યાં રમ્યા બાદ તે હોમ ટીમમાં શામેલ થયો. વર્ષ 2015 સુધી દિલ્હી માટે રમ્યા બાદ રાજસ્થાન અને ઉતરાખંડની ટીમમાં શામેલ થયો.

રિપોર્ટ મુજબ ભાટિયાએ કુલ 112 રણજી મુકાબલા રમ્યા છે. રણજી કરિયરમાં ભાટિયાએ 6,482 રન અને 137 વિકેટ ઝડપી છે. વર્ષ 2007માં દિલ્હીના રણજી ટ્રોફી ખિતાબમાં ભાટિયાની મહત્વની ભૂમિકા હતી. જો કે, ઘરેલુ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરવા છતાંય તે ક્યારે નેશનલ ક્રિકેટ ટીમમાં શામેલ ન થઈ શક્યો. ભાટિયા સ્લો મીડિયમ બોલિંગ કરે છે. ભાટિયા આઈપીએલમાં પણ KKR(2011-2013), રાજસ્થાન રોયલ્સ, રાઇઝિંગ પુણે સુપરગિઅન્ટ્સ અને દિલ્હી ડેયરડેવિલ્સ તરફ રમ્યો છે. 2012માં IPLમાં KKR એ જ્યારે ખિતાબ નામે કર્યો ત્યારે ભાટિયાએ ટીમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.