શૂટિંગ પહેલાં અક્ષય કુમારે રામલલાના દર્શન કર્યા

0
5

અક્ષય કુમારે અયોધ્યા જઈને ફિલ્મ ‘રામ સેતુ’નો મુહૂર્ત શોટ તથા પૂજા વિધિ કરી હતી. ગુરુવાર, 18 માર્ચના રોજ અક્ષય કુમાર એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝ તથા નુસરત ભરૂચા સાથે લખનઉ ગયો હતો. તેમની સાથે ડિરેક્ટર અભિષેક શર્મા પણ હતા. તેઓ લખનઉ ગયા હતા અને ત્યાંથી કારમાં અયોધ્યા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે રામ મંદિરના નિર્માણ માટે અક્ષય કુમારે દાન આપ્યું છે

રામ મંદિર નિર્માણની ચર્ચા કરી

અયોધ્યા આવીને અક્ષય કુમારે શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચમ્પત રાય બંસલ તથા ટ્રસ્ટી અનિલ મિશ્ર સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત અક્ષય કુમારે શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય તથા રાજા અયોધ્યા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રના ઘરની મુલાકાલ લીધી હતી. 15 મિનિટની આ મુલાકાતમાં અક્ષયે રામ મંદિર નિર્માણ તથા રામ જન્મભૂમિ પરિસરમાં થનારા અન્ય બાંધકામ પર ચર્ચા કરી હતી.

મુહૂર્ત શોટ તથા પૂજા

અક્ષય કુમારે પછી રામ જન્મભૂમિ પરિસરમાં રામ લલાની સામે ‘રામ સેતુ’નો મુહૂર્ત શોટ કરીને પૂજા વિધિ કરી હતી. આ પૂજા વિધિ બાદ અક્ષયે રામ મંદિર નિર્માણ સ્થળ પર જઈને મંદિર નિર્માણની માહિતી મેળવી હતી. આટલું જ નહીં અયોધ્યાથી પરત આવ્યા બાદ અક્ષય કુમાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરીને મુંબઈ પરત ફરશે.

રામલલાની તસવીર મૂકીને રામ મંદિર પરિસરમાં પૂજા કરવામાં આવી હતી.
રામલલાની તસવીર મૂકીને રામ મંદિર પરિસરમાં પૂજા કરવામાં આવી હતી.
પૂજામાં અક્ષય કુમાર, જેક્લીન, નુસરત તથા અન્ય
પૂજામાં અક્ષય કુમાર, જેક્લીન, નુસરત તથા અન્ય
અયોધ્યા જતાં પહેલાં મુંબઈ એરપોર્ટ પર અક્ષય, જેક્લીન તથા નુસરત

અયોધ્યા જતાં પહેલાં મુંબઈ એરપોર્ટ પર અક્ષય, જેક્લીન તથા નુસરત

રામની પૈડીનો કાર્યક્રમ રદ કરવો પડ્યો

અક્ષય કુમાર રામ કી પૈડી જવાનો હોવાથી ભીડ જમા થઈ ગઈ હતી. DM તથા SSPની હાજરીમાં તંત્ર ભીડને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. રામની પૈડી પહોંચ્યા બાદ અક્ષય કુમાર ટીમ સાથે પરત ફર્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષાકર્મીઓએ રામની પૈડીમાં અક્ષયને કારમાંથી નીચે ઊતરવાની ના પાડી દીધી હતી. આથી અક્ષય કુમાર ટીમ સાથે જતો રહ્યો હતો.

અક્ષય કુમારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા
અક્ષય કુમારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here