Friday, March 29, 2024
Homeમહારાષ્ટ્ર : સંપત્તિની બાબતમાં ફડણવીસ આદિત્ય ઠાકરે કરતા પાછળ, ઠાકરે પાસે 16...
Array

મહારાષ્ટ્ર : સંપત્તિની બાબતમાં ફડણવીસ આદિત્ય ઠાકરે કરતા પાછળ, ઠાકરે પાસે 16 કરોડની સંપત્તિ

- Advertisement -

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો પર યોજનારી ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં ઠાકરે પરિવારના સભ્ય આદિત્ય ઠાકરેએ મુંબઈની વર્લી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જો કે ખાસ વાત તો એ છે કે આદિત્ય પાસે 16 કરોડ રૂપિયાની સંપત્તિ છે જે મુંબઈના સીએમ કરતા પણ વધું છે. સંપત્તિની બાબતમાં આદિત્યએ દેવેન્દ્ર ફડણવીસને પણ પાછળ પાડી દીધા છે.

આદિત્ય ઠાકરે 4.67 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિના માલિક

29 વર્ષીય આદિત્ય ઠાકરેના ઉમેદવારી ફોર્મ પ્રમાણે તેમના બેન્ક એકાઉન્ટમાં 10 કરોડ 36 લાખ રૂપિયા છે અને 4.67 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. આ ઉપરાંત આદિત્ય પાસે 97 લાખ રૂપિયાના બોન્ડ/ શેર/મ્યુચુઅલ ફંડ્સ અને એક કરોડ રૂપિયાની જ્વેલરી છે. આ ઉપરાંત 10 લાખ 22 હજાર રૂપિયાનું અન્ય રોકાણ અને 13 હજાર 344 રૂપિયા રોકડ છે. આદિત્યએ વકાલતનો અભ્યાસ કર્યો છે અને વેપારને પોતાનો વ્યવસાય બતાવ્યો છે. તેમની પાસે 6 લાખ 50 હજાર રૂપિયાની BMW ગાડી છે. આ ઉપરાંતે તેમણે 2018-19માં 26 લાખ 30 હજાર 560 રૂપિયા ઈનકમ ટેક્સ ભર્યો છે. આ ઉપરાંત તેમની પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી.

ફડણવીસ 3.78 કરોડની સ્થાવર સંપત્તિના માલિક
મુંબઈના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે કુલ 3.78 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે, જ્યારે 17500 રૂપિયા રોકડ છે. આ ઉપરાંત તેમના બેન્ક ખાતામાં 8 લાખ 29 હજાર રૂપિયા જમા છે. આ ઉપરાંત 2 કરોડ 33 લાખ રૂપિયાનું શેર રોકાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 2014માં ફડણવીસ પાસે 1 કરોડ 81 લાખ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી.

ફડણવીસના કાર્યાલયના દાવા પ્રમાણે રિઅલ એસેસ્ટની કિંમતોમાં વધારાના કારણે ફડણવીસની સ્થાવર સંપત્તિમાં વધારો થયો છે.ફડણવીસે સોગંદનામામાં દાવો કર્યો હતો કે તેમની વિરુદ્ધ કોઈ ગુનાહિત કેસ નથી,પણ તેમની વિરુદ્ધ ચાર ફરિયાદ નોંધાયેલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular