માર્ચ સેલ : MG અને Hyundaiને પછાડીને Tata Nexon EV નંબર 1 બની, માર્ચમાં 198 યૂનિટ્સ વેચાયાં

0
5

દિલ્હી. ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ટ્રેન્ડ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ધીમે-ધીમે વધી રહ્યો છે. ભારતમાં ઘણી ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી રહી છે. જો કે, અત્યારે ભારતમાં ઇલેક્ટ્રિક કારના બહુ બધા ઓપ્શન્સ નથી. પરંતુ MGએ તાજેતરમાં જ ઇન્ડિયન માર્કેટમાં MG ZS EV લોન્ચ કરી હતી. તો ટાટા નેક્સનનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ બજારમાં હાજર છે. હ્યુન્ડાઇએ પણ આ સેગમેન્ટમાં એન્ટ્રી કરીને હ્યુન્ડાઇ કોના કાર લોન્ચ કરી છે. તો હવે આ ઇલેક્ટ્રિક કારની રેસમાં MG અને હ્યુન્ડાઇ ઇલેક્ટ્રિક કાર્સને પાછળ પાડીને ટાટા નેક્સન માર્ચમાં સૌથી વધુ વેચાયેલી કાર બની ગઈ છે.

ત્રીજા નંબર પર હ્યુન્ડાઇ કોના

હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક સેલની બાબતમાં ત્રીજા નંબરે રહી છે. માર્ચ 2020માં આ કારના માત્ર 14 યૂનિટ વેચાયાં હતાં. સેલના ઘટાડા પાછળનું એક મુખ્ય કારણ પણ કોરોના વાઇરસનો આઉટબ્રેક પણ ગણાય છે, જેના કારણે વિશ્વભરમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે.

MG ZS EV બીજા નંબરે

MGએ તાજેતરમાં જ ZS EV ભારતમાં લોન્ચ કરી હતી. આ કંપનીની ભારતમાં બીજી કાર છે. ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં આ કંપનીની ભારતમાં પહેલી કાર છે. આ કારના માર્ચમાં 116 યૂનિટ્સનું વેચાણ થયું છે.

પહેલા નંબરે રહી ટાટા નેક્સન EV

ટાટાની નેક્સન EVએ તમામ ઇલેક્ટ્રિક કાર્સને પાછળ પછાડતાં માર્ચના વેચાણમાં પહેલો નંબર મેળવી લીધો છે. માર્ચમાં આ કારના 198 યૂનિટ્સ વેચાયાં છે. લોકડાઉન પૂરું થયા બાદ આ કારનું વેચાણ હજી વધારે વધવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here