પ્રાંતિજ પોલીસ ચોકીની પાછળ ખુલ્લે આમ દેશી દારૂનું ધુમ વેચાણ..!!!

0
26

અનેકવાર રજુઆતો છતાં ખુલ્લેઆમ વેચાણ, પોલીસની ચુપકી.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ પોલીસ ચોકીની પાછળ અને અદ્યતન તૈયાર થઈ ગયેલ નગરપાલિકાના ટાઉન હોલ પાસે પોલીસની છત છાયામાં દેશી દારૂનું ધુમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.

પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ પોલીસ ચોકીના પાછળના ભાગે બેધડક બિદાસ પણે પોલીસ રહેમ નજર હેઠળ દેશી દારૂનું ધુમ વેચાણ થાય છે. તો બીજી તરફ ગોપીનાથ સોસાયટીના રહીશો દ્વારા અનેક વાર રજુઆતો કરી છે તો ખુદ આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ રજુઆતો કરી છે ત્યારે પ્રાંતિજ-તલોદના પ્રાંન્ત અધિકારી દ્વારા પણ આ બાબતે રજુઆત કરી છે. છતાં પ્રાંતિજ પોલીસ હપ્તાની લ્હાયમાં યોગ્ય કાર્યવાહી નથી કરી રહી હોય તેવા આરોપો લાગી રહ્યા છે.

માસ્ક સામાન્ય નીચુ કે વેપારી એકલો દુકાનમાં હોયને માસ્ક થોડું નીચુ હોય તો પણ દંડ વસુલ કરવામાં આવે છે. ત્યારે આમ ખુલ્લેઆમ દેશી પોટલીઓ વેચાઈ રહી છે તે તેના પર કાર્યવાહી કેમ નહીં..? નગરજનો તેમજ વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ખુદની પોલીસ ચોકીની પાછળ જાહેરમાં દેશી દારૂની પોટલીઓ વેચાય છે ત્યારે તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

હાલ તો પ્રાંતિજ નગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાની ગાન્ટ માથી તૈયાર થયેલ ટાઉન હોલની પણ શોભા વધારે છે ત્યારે હવે જોવું એ રહ્યું કે શું કોરોનાની મહામારીની સાથે આ પોલીસની છત છાયા નીચે દેશી દારૂનું વેચાણ બંધ થશે કે કેમ એ તો હવે જોવુ રહ્યું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here