પરદે કે પીછે : સંપન્ન લોકો નાટક, ઓપેરા અને શાસ્ત્રી સંગીત દ્વારા મનોરંજન પ્રાપ્ત કરતા

0
6

સમાજમાં સાધન સંપન્ન અને સાધનહીન 2 વર્ગ રહે છે. ફ્રાન્સમાં મજૂરો અને ખેડૂતોની ક્રાંતિ પછી તમામ ક્ષેત્રોમાં મધ્યમ આવક વર્ગ મહત્ત્વપૂર્ણ મનાવા લાગ્યો છે. સડક પણ બેના બદલે ત્રણ ભાગમાં વહેંચવામાં આવી. ડાબી તરફ ઝુકેલા મધ્યમ વર્ગનો ઉદય થયો. સિનેમા પણ મધ્યમ વર્ગના મનોરંજનનું માધ્યમ બન્યું. સાધન સંપન્ન લોકો નાટક, ઓપેરા અને શાસ્ત્રી સંગીત દ્વારા મનોરંજન પ્રાપ્ત કરતા હતા. સિનેમા ઘરમાં પણ સસ્તી અને મોંઘી ટિકિટ વચ્ચે મધ્યમ વર્ગના દર્શકનો ઉદય થયો. સાધન સંપન્ન અને સાધનહીન વર્ગ પર નૈતિક મૂલ્યો પર અમલ કરવાનો ભાર ક્યારેય રહ્યો નથી, પરંતુ મધ્યમ વર્ગને છદ્મ નૈતિકતા અને રીતિ-રિવાજો પાળવા પડે છે. તેણે જ સંબંધોની દોરીમાં ગાંઠો બાંધી છે. જૂના રોગોનો લાક્ષણિક ઈલાજ થવા લાગ્યો.ભવ્ય બજેટ અને ટૂંકા બજેટની ફિલ્મો બનતી રહી. મનોરંજનનો મધ્યમ માર્ગ બન્યો. સ્ટોરીને સ્ટારડમ પ્રાપ્ત થયું. ઉત્પલ દત્ત અને સુહાસિની મુલે અભિનીત ‘ભુવન સોમ’ની સફળતાએ મનોરંજનનો મધ્યમ માર્ગ બતાવ્યો. આજે રાજકુમાર રાવ અને આયુષ્યમાન ખુરાના, મધ્યમ વર્ગ સિનેમાના લોકપ્રિય કલાકાર છે. તેમની અભિનીત ફિલ્મો મોટા ફિલ્મસ્ટાર જેવો જુસ્સો જગાડતી નથી, પરંતુ આંશિક નફો જરૂર રળી આપે છે. સ્ટૂડિયોમાં સેટ લગાવવો મોંઘું કામ હતું. બાબુરામ ઈશારએ જુહૂમાં ભવ્ય સુશોભિત બંગલામાં શૂટિંગ કર્યું. બંગલાના માલિક પણ ઉપરના માળે રહેવા લાગ્યા અને નીચેનો સજાવેલો બંગલો શૂટિંગ માટે ભાડે આપવા લાગ્યા. ઝુંપડપટ્ટી અને બંગલામાં વહેંચાયેલા બે વર્ગની સાથે જ બહુમાળી ઈમારતો પણ બનવા લાગી અને મધ્યમ વર્ગ ફ્લેટમાં રહેવા લાગ્યો.તેની સાથે જ એક જીવનશૈલી અને વિચાર પ્રક્રિયાનો પણ ઉદય થયો. તેમણે પહેરેલા શર્ટનું કોલર સ્વચ્છ દેખાતું હતું, પરંતુ રફુ કરાયેલો ભાગ ઢંકાયેલો રહેતો હતો. મધ્યમ વર્ગના કપડાંમાં સફેદ કપડા પહેરતા લોકોએ પ્રવેશ કર્યો. બેન્કના કર્મચારી અમોલ પાલેકરને અભિનય કરવાનો શોખ હતો. તેમને ફિલ્મોમાં કામ કરવાની તક મળી. તેમણે ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું. અમોલ પાલેકર મધ્યમ વર્ગ સિનેમાના અમિતાભ બચ્ચન બની ગયા. ત્યાર પછી તેમણે અમિતાભની સાથે ‘પહેલી’ નામની ફિલ્મ પણ બનાવી. દીપ્તિ નવલ અને ફારૂખ શેખે ‘બાઝાર’ અને ‘ચશ્મે બદ્દુર’ જેવી સાર્થક મનોરંજક ફિલ્મોમાં કામ કર્યું. તેમની લોકપ્રિયતાએ તેમને મધ્યમ વર્ગ સિનેમાના સ્ટાર બનાવ્યા. સમયાંતરે તેમણે ચરિત્ર ભૂમિકાઓ ભજવી હતી.ઋષિકેશ મુખરજી મધ્યમ બજેટમાં સફળ ફિલ્મો બનાવતા રહ્યા છે. સફળ ફિલ્મસ્ટારોએ પણ તેમની ફિલ્મોમાં નામ માત્રનું મહેનતાણું લઈને કામ કર્યું છે. અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાએ પણ મુખરજીની ફિલ્મોમાં કામ કર્યું છે. ઋષિકેશ મુખરજી બિમલ રોયની ફિલ્મોનું સંપાદન કરતા હતા. દિલીપકુમાર અભિનીત એક પ્રયોગવાદી ફિલ્મની નિષ્ફળતા પછી તેમણે રાજ કપૂર અને નૂતન સાથે સફળ ફિલ્મ ‘અનાડી’ બનાવી. વર્તમાનના સફળ દિગ્દર્શખ રાજકુમાર હિરાની ઋષિકેશ મુખરજીને પોતાના માર્ગદર્શક માને છે.અનિલ ધવન અને જયા બચ્ચન અભિનીત ફિલ્મ ‘પિયા કા ઘર’માં નવયુગલને એક-બીજા સાથે સમય પસાર કરવા માટે પ્રાઈવસીની જરૂર છે. ચાલીમાં બનેલા નાનકડા મકાનમાં સંયુક્ત પરિવાર રહે છે. મનોરંજનક ઘટનાક્રમમાં અંતમાં જયાના પિતા એ સમજી લે છે કે, મધ્યમ વર્ગના લોકોમાં આંતરિક મેળ-મિલાપ અને પ્રેમ છે. જેની તાકાત વડે જ તેઓ ટકેલા છે. શંકર શેષ રચિત કથાથી પ્રેરિત ફિલ્મ ‘રજનીગંધા’ હતી, ઉત્પલ દત્ત અભિનીત ‘ગોલમાલ’ પણ આ શ્રેણની જ ફિલ્મ છે. મતદારોમાં સૌથી મોટો વર્ગ મધ્યમ વર્ગ છે. તેને જ લાલચ અપાય છે, ગેરમાર્ગે દોરાય છે, વચનોની જાળ પાથરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here