જો તમારે વજન ઘટાડવું હોય તો તે સરળ છે પરંતુ તેના માટે તમારે કેટલીક વસ્તુ ફોલો કરવી પડે છે. વજન ઘટાડવાની સૌથી મોટી ચાવી એ છે કે કેલરી ડેફિસિટમાં રહેવું એટલે કે શરીરની જરૂરિયાત કરતાં ઓછું ખાવું. તેનો અર્થ એ કે, જો તમે જેટલી કેલરી બર્ન કરી રહ્યાં છો તેના કરતાં ઓછી કેલરી ખાઈ રહ્યા છો તો તમારું વજન ઘટી જશે. આ ઉપરાત ફિઝિકલ એક્ટિવિટી, પૂરતી ઊંઘ અને પ્રોટીનનું સેવન પણ જરૂરી છે.
અમે તમને વજન ઘટાડવાની ઘણી ટિપ્સ આપી છે પરંતુ આજે અમે તમને એ બધા વજન ઘટાડનારા લોકોની જર્નીમાંથી કેટલીક સામાન્ય ટિપ્સ જણાવીશું જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ એવા લોકો પાસેથી જેમણે 50 કિલોથી વધુ વજન ઘટાડ્યું છે.
નાની પ્લેટમાં ખાવુ
65.7 કિલો વજન ઘટાડનાર સ્કૂલના પ્રિન્સિપાલ સ્ટીફન મેકકેનાએ જણાવ્યું કે, નાની પ્લેટમાં ઓછું જમવાનું આવે છે અને જો તમે ધીમે-ધીમે તેનું સેવન કરશો તો તમારું વજન ઘટી જશે.
રોજ 10 મિનિટ વોક કરવું
લીહ મેન્કુસોએ પોતાનો 90 કિલો વજન ઘટાડ્યો છે. તેમણે જણાવ્યું છે કે, પહેલા મેં રોજ માત્ર 10 મિનિટ વોક કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. ત્યારબાદ મેં તેમાં દર અઠવાડિયે 5 મિનિટનો વધારો કર્યો. હવે હું રોજ 8000 સ્ટેપ ચાલું છું.
કેલેરી કાઉન્ટ કરો
મારિયા કિર્કલેન્ડે પોતાનો 72 કિલો વજન ઘટાડ્યો છે. તેમનું માનવું છે કે, કેલેરી કાઉન્ટ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. અને એના સાથે જ તમે એ અંદાજો લગાવી શકો છો કે, તમે ઓછું-વધારે તો નથી ખાધુ ને.
વેઈટ ટ્રેનિંગ કરવી
51 કિલો વજન ઘટાડનાર મેગન ત્ઝેલે જણાવ્યં કે, વેઈટ ટ્રેનિંગથી એક્સ્ટ્રા કેલરી બર્ન કરવામાં મદદ મળે છે. બીજી તરફ મસલ્સ માસને મેઈન્ટેન કરવા અને વધારવા માટે આ સૌથી સારી રીત છે.
પ્રોટિનનું સેવન વધારવું
ફિટનેસ ઈન્ફ્લુએન્સર લેથનના જણાવ્યા પ્રમાણે તેણે અંદાજે 45 કિલો વજન ઘટાડ્યું છે. તેમનું કહેવું છે કે, દરેક વ્યક્તિએ પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે. તમારા શરીરનું વજન પાઉન્ડમાં લો અને તેને 0.7 વડે ગુણાકાર કરો. ઉદાહરણ તરીકે, દરરોજ 200 પાઉન્ડ x 0.7 = 140 ગ્રામ પ્રોટીન રોજ લેવું.