Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પે સહિતની પડતર માગણીઓના ઉકેલ માટે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરવા આવ્યા હતા, પરંતુ કલેક્ટરે મંજૂરી આપી ન હોવાથી પોલીસે તેમની અટકાયત કરી લેતાં ધરણાંનો કાર્યક્રમ યોજાયો નહીં. પોલીસે અલગ અલગ સ્થળોથી 50 જેટલા શિક્ષકોની અટકાયત કરી હતી. પ્રાથમિક શિક્ષકોને વર્ષોથી મળતો ગ્રેડ પે 4200ને એકાએક ઘટાડીને 2800 કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ઓછા ગ્રેડ પેનો લાભ વર્ષ-2010 પછી ભરતી થયેલા શિક્ષકોને મળશે તેવા રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કરતાં શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કાર્યક્રમ વેગવંતો બનાવ્યો હતો. ત્યાર બાદ શિક્ષક સંઘની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મીટિંગ થઈ હતી, જેમાં શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે.

રાજ્યના 65 હજાર શિક્ષકોને ફાયદો થશે

ગુજરાત શિક્ષણ વિભાગ હસ્તક 1 લાખ 90 હજાર કરતાં વધુ શિક્ષક ભાઈઓ પ્રાથમિક શિક્ષણની કામગીરી કરે છે અને આ બધાજ શિક્ષકો પ્રાથમિક શાળામાં લાખો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. જેમનો રાજ્યના બે સંઘ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને બીજુ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય આ બંને સંઘોએ શિક્ષકોના પ્રશ્નોની જરૂરિયાત પ્રમાણે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરી બેન દવે સાથે ચર્ચાઓ કરી હતી. ત્યાર બાદ સરકારે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ચર્ચા કરવામાં આવી હતી. એ પ્રમાણે આજે વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરીને રાજ્ય સરકારે 16-07-2020થી જે ઠરાવ સ્થગિત કર્યો હતો એ ઠરાવ હવે રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી શિક્ષકોને 4200 રૂપિયાનું પગાર ધોરણ આપવાનો જે પ્રશ્ન હતો તેનું યોગ્ય રીતે નિરાકરણ આવ્યું છે. જે શિક્ષકો 2800 રૂપિયાના પગાર ધોરણમાં આવતાં હતાં તેમને હવે 4200 રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવશે. હવે આ પરિપત્ર રદ થવાથી રાજ્યના 65 હજાર શિક્ષકોને ફાયદો થશે.

4200 ગ્રેડ પે નો વિવાદ શું હતો?

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994 થી નોકરીમાં 9 વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો. પરંતુ ગુજરાત સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર કર્યો હતો કે હવે વર્ષ 2010 બાદ જે શિક્ષકોની ભરતી થઈ છે તેમને નોકરીના 9 વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે મળશે. સરકારે ગ્રેડ પે ઘડાડી દેતાં સમગ્ર રાજ્યના 65 હજારથી વધુ શિક્ષકોને અસર થશે એવું શિક્ષકોએ જણાવ્યું હતું. આ માટે શિક્ષણ સંઘ પણ વિવિધ રીતે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેના માટે બનતા તમામ પ્રયાસો કરી ચૂક્યું છે. આ મુદ્દે શિક્ષકોએ સોશિયલ મીડિયામાં પણ એક અભિયાન ચલાવ્યું છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments