સુરત : કોરોનાના 162 દર્દીને પ્લાઝમા આપ્યા બાદ ફાયદો, મ્યુનિ.કમિ.ની પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

0
7

સુરતઃ શહેરમાં કોરોનાના ફફડાટ વચ્ચે અત્યાર સુધીમાં 7903 વ્યક્તિઓ સાજા થઇ ગયા છે. આ દર્દીઓમાંથી 162 દર્દીઓ એવા છે જેમને પ્લાઝમા આપ્યા પછી ઘણો ફાયદો થયો છે. જેથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ પ્લાઝમાં આપવા માટે આગળ આવે તેવી અપીલ કરી છે.

સાજા થયાના 28 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકાય

સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 11969 કેસોમાંથી 7903 દર્દીઓ સાજા થઇ ગયા છે. જે દર્દીઓ સાજા થયા છે તેઓ 28 દિવસ પછી પ્લાઝમા આપી શકે છે. આ પ્લાઝમા 18 વર્ષથી લઇને 62 વર્ષના કોઇ પણ સ્ત્રી કે પુરુષ આપી શકે છે. તેમનું 50 કિલોથી વજન વધુ હોવું જોઇએ. સાથે જ અગાઉ કોઇ બિમારી નહીં હોય અને સાજા થયાના 28 દિવસ પછી બે રિપોર્ટ નેગેટીવ આવે તો બીજા દર્દીને પ્લાઝમા આપી શકે છે. પ્લાઝમા આપવાથી કોઇ પણ રીતે નબળાઇ ફિલ નહીં થાય. કેમકે એન્ટી બોડી ઓલરેડી ડેવલપ થઇ હોવાથી ફરીથી કોઇ પણ રીતે કોરોનાનું ઇન્ફેકશન લાગવાની શક્યતા નથી.

સુરતમાં હાલમાં પ્લાઝમાથી 162 દર્દીઓને ફાયદો થયોઃ મ્યુનિ. કમિશનર

એકવાર પ્લાઝમા આપ્યા બાદ 48 કલાક પછી પાછા આપી શકાય છે. મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સુરતમાં હાલમાં પ્લાઝમાથી 162 દર્દીઓને ફાયદો થયો છે. આથી ઘણા બધા દર્દીઓનું જીવન બચી શકે તેમ હોવાથી નવી સિવિલ અને સ્મીમેરમાં જઇને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here