બંગાળ : મમતા બેનર્જીના ભત્રીજા અને અમિત શાહે જ્યાં રોડ શો કરેલો ત્યાંથી 41 ક્રુડ બોમ્બ મળ્યા

0
1

પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલા પોલીસને 41 ક્રુડ બોમ્બ મળી આવ્યા હતા. આ બોમ્બ દક્ષિણ 24 પરગણાના બરૂઈપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા. પોલીસને ઝાડીઓમાંથી આ બોમ્બ મળી આવ્યા હતા અને તે અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ નથી કરાઈ. પોલીસના કહેવા પ્રમાણે બોમ્બ મળી આવ્યો તે વિસ્તારમાં જ શુક્રવારે ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ રોડ શો કર્યો હતો. શુક્રવારે પોલીસને બરુઈપુર વિસ્તારમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી અને સર્ચ ઓપરેશન દરમિયાન બોમ્બનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બરુઈપુર ભંગોર વિધાનસભા વિસ્તારમાં આવેલું છે અને તે પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર છે.

અગાઉ પણ બોમ્બ મળેલા

પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં અનેક વખત ચૂંટણી દરમિયાન બોમ્બ મળી આવેલા છે. બંગાળમાં પહેલા તબક્કાના મતદાન પહેલા 26 માર્ચના રોજ પણ પોલીસે 26 ક્રુડ બોમ્બ જપ્ત કર્યા હતા. ઉપરાંત 28 માર્ચના રોજ પણ પોલીસને નરેન્દ્રપુર વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી 56 બોમ્બ મળી આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here