રાજકોટ : બંગાળી કારીગર દાગીના બનાવવા આપેલું ત્રણ સોનીનું રૂ.53.16 લાખનું સોનું લઇને ફરાર

0
27

રાજકોટ:શહેરની સોની બજારમાં ગધીવાડમાં આવેલ ક્રિષ્ના ચેમ્બરમાં દુકાન ધરાવતો બંગાળી કારીગર રાજકોટનાં ત્રણ સોની વેપારીઓનું રૂ.53.16 લાખની કિંમતનું 1329 ગ્રામ સોનું લઈ એક માસ પૂર્વે ફરાર થઈ ગયા હતો. ત્યારે અંતે આ અંગે એ ડિવિઝન પોલીસે આ બંગાળી કારીગર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોનું લઇને ફરાર થયેલા બંગાળીને કારણે સોની બજારના અનેક વેપારીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.

દાગીના બનાવવાના બદલે આરોપી રાજકોટથી ભાગી ગયો
લક્ષ્મીવાડીમાં રહેતા અને સોનાના દાગીના બનાવવાનું કામ કરતા રફીક આલમ માતાઝુર રહેમાન શેખની પોલીસ ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધાયો છે. જેમાં રાજકોટની જૂની ગધીવાડમાં ક્રિષ્ના કોમ્પલેક્સમાં 315 નંબરની ઓફિસ ધરાવતા અને દાગીના બનાવવાનું કામ કરતા મૂળ બંગાળના મેદિનાપુરના વતની સુજીત શંભુનાથ પોરીયાનું નામ આપ્યું છે. સુરજીત નામનો બંગાળી કારીગર રાજકોટની સોની બજારમાં છેલ્લા ઘણા વખતથી સોનાના દાગીના બનાવવાનું છૂટક કામ કરતો હોય તેણે રફીક ઉપરાંત અન્ય બે સોની વેપારીઓ પાસેથી સોનાની બાલી બનાવવા માટેનો ઓર્ડર લીધો હતો. દાગીના બનાવવાના બદલે સુરજીત રાજકોટથી ભાગી ગયો હતો. જ્યારે સોની વેપારીએ તપાસ કરતાં સુરજીતે કોઈ જવાબ આપ્યો ન હતો અને ફોન બંધ હતો તેની દુકાન પણ બંધ હતી અને ઘરે પણ તાળાં હતા ત્યારે સુરજીત 53 લાખનું સોનું લઇ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય વેપારીઆએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here