બંગાળ વિધાનસભા ચૂંટણી : રાજકીય કડવાશ વચ્ચે મીઠાઈની દુકાનોએ એક મધુરો પ્રયત્ન કર્યો

0
7

બંગાળમાં ગતિશીલ બની રહેલા ચૂંટણી પ્રચાર અભિયાન વચ્ચે રાજકીય પાર્ટીઓ એકબીજા પર મરચાં જેવા તીખા પ્રહારો કરી રહી છે. પરંતુ આ રાજકીય કડવાશ વચ્ચે મીઠાઈની દુકાનોએ એક મધુરો પ્રયત્ન કર્યો છે. આ દુકાનોમાં મળતી મોદી અને મમતા નામની મીઠાઈઓ કડવાશ દૂર કરી રહી છે.

કોલકાતામાં 1885માં બાલારામ મલ્લિક અને રાધારમણ મલ્લિક દ્વારા શરૂ કરવામાં આવેલી મીઠાઈની દુકાન હવે સુદીપ મલ્લિક સંભાળે છે. વિધાનસભા ચૂંટણી પહેલા તેમની મીઠાઈ કંપનીની ખાસ મીઠાઈની ચર્ચા સમગ્ર બંગાળમાં થઈ રહી છે. સુદીપના કહેવા પ્રમાણે તેઓ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું હોય તેના પરથી મીઠાઈની ડિઝાઈન તૈયાર કરે છે. હાલ બંગાળમાં ચૂંટણીથી મોટો કોઈ મુદ્દો નથી. આ કારણે તેમણે રાજકીય પાર્ટીઓના ચૂંટણી ચિહ્નોવાળી મીઠાઈ અને આ ચૂંટણીમાં લોકપ્રિય થયેલા ‘ખેલા હોબે’, ‘જય શ્રી રામ’ના નારાવાળા સંદેશ (બંગાળી મીઠાઈ) બનાવ્યા છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

મોદી-મમતાની મીઠાઈએ બનાવ્યો માહોલ

સુદીપે જણાવ્યું કે, હાલ તેઓ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી તથા ભાજપના સૌથી મોટા પ્રચારક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રો ધરાવતી દીદી સંદેશ અને મોદી સંદેશ નામની મીઠાઈ બનાવી રહ્યા છે જે સામાન્ય લોકો અને પાર્ટીના સમર્થકોમાં ખૂબ ચર્ચાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here