બંગાળ : કેશપુરમાં BJP એજન્ટની કાર પર હુમલો

0
1

પશ્ચિમ બંગાળ અને આસામમાં આજે બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. બંગાળની 30 અને આસામની 39 બેઠકો માટે મતદાન વચ્ચે ગુરૂવાર સવારથી જ અનેક બેઠકો પર ઈવીએમમાં ગરબડ અને મારપીટના સમાચારો મળી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર મતદાતાઓને ધમકાવવાનો આરોપ પણ મુકી રહ્યા છે.

ત્યારે વેસ્ટ મિદનાપુરમાં ભાજપના તન્મય ઘોષે ટીએમસીના કાર્યકરોએ તેમની ગાડી પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, ભાજપના મહિલા એજન્ટને પણ માર મારવામાં આવ્યો છે. ભાજપના નેતાએ કરેલા દાવા પ્રમાણે તેઓ પોલીસ સ્ટેશન ગયા ત્યાં તેમની ફરિયાદ પણ નહોતી નોંધવામાં આવી.

બંગાળના ડેબરા ખાતે ભાજપ અને ટીએમસીના કાર્યકરો બૂથ પર જ સામસામે આવી ગયા હતા. ભાજપના ઉમેદવાર ભારતી ઘોષે પહેલા ત્યાં એજન્ટને ધમકાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં ટીએમસીએ ભાજપ પર પૈસાની વહેંચણીનો આરોપ મુક્યો હતો.

નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારી ગુરૂવારે સવારે જ મત આપવા પહોંચી ગયા હતા. તેઓ મોટરસાઈકલ લઈને પોલિંગ બૂથ નંબર 76 પર મત આપવા પહોંચ્યા હતા. સાથે જ તેમણે જનતા વિકાસના મુદ્દે મતદાન કરી રહી છે તેવો દાવો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here